રીક્ષા ડ્રાઈવર અચાનક રહેવા લાગ્યો 1.6 કરોડના બંગલામાં, કારણ જાણીને ઈન્કમટેક્ષ વિભાગ પણ હેરાન

|

May 08, 2019 | 2:26 AM

ઈન્કમટેક્ષ વિભાગે બેંગલુરૂના એક રીક્ષા ડ્રાઈવરના 1.6 કરોડના ઘરમાં રેડ કરી હતી. રેડ કર્યા પછી જે કારણ સામે આવ્યું છે તે પછી ઈન્કમટેક્ષ વિભાગ પણ હેરાન છે. રીક્ષા ડ્રાઈવરનું નામ નલ્લૂરાલી સુબ્રમણિ છે. રીક્ષા ડ્રાઈવર સુબ્રમણિએ જણાવ્યું કે અમેરિકામાં રહેતી એક વિદેશી મહિલાએ તેને આ ઘર ભેટમાં આપ્યું છે. જે સાંભળીને ઈન્કમટેક્ષ વિભાગ પણ હેરાન […]

રીક્ષા ડ્રાઈવર અચાનક રહેવા લાગ્યો 1.6 કરોડના બંગલામાં, કારણ જાણીને ઈન્કમટેક્ષ વિભાગ પણ હેરાન
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ઈન્કમટેક્ષ વિભાગે બેંગલુરૂના એક રીક્ષા ડ્રાઈવરના 1.6 કરોડના ઘરમાં રેડ કરી હતી. રેડ કર્યા પછી જે કારણ સામે આવ્યું છે તે પછી ઈન્કમટેક્ષ વિભાગ પણ હેરાન છે.

રીક્ષા ડ્રાઈવરનું નામ નલ્લૂરાલી સુબ્રમણિ છે. રીક્ષા ડ્રાઈવર સુબ્રમણિએ જણાવ્યું કે અમેરિકામાં રહેતી એક વિદેશી મહિલાએ તેને આ ઘર ભેટમાં આપ્યું છે. જે સાંભળીને ઈન્કમટેક્ષ વિભાગ પણ હેરાન થઈ ગયો હતો. બેંગલુરૂના વાઈટફીલ્ડ વિસ્તારમાં આ ઘર આવેલું છે.

TV9 Gujarati

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

16 એપ્રિલે ઈન્કમટેક્ષ વિભાગ આ ઘરમાં રેડ પાડી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ રીક્ષા ડ્રાઈવરના સંબંધ ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવાલી સાથે પણ છે પણ તેમને આ મુદ્દે કોઈ પણ પ્રકારની ભાગીદારીથી ઈનકાર કર્યો હતો.

રીક્ષા ડ્રાઈવરે જણાવ્યું કે આ ઘર અમેરિકામાં રહેતી એક મહિલાએ તેને ભેટમાં આપ્યું છે. 72 વર્ષીય લારા ઈવિસન 2006માં બેંગલુરૂ આવ્યા હતા. તે 2010 સુધી બેંગલુરૂમાં રોકાયા હતા. 4 વર્ષ સુધી સુબ્રમણિએ આ મહિલાની મદદ કરી હતી. સુબ્રમણિ મહિલાને ઘરે લેવા માટે અને મુકવા માટે આવતો હતો.

આ પણ વાંચો: જાણો ગુજરાતના 3 હજારથી વધારે લોકો તેમજ દેશના 5 રાજ્યોના લોકોની સાથે છેતરપિંડી કરનારા 15 આરોપીઓને કેવી રીતે અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે દિલ્હીમાંથી ઝડપી લીધા?

તે દરમિયાન આ મહિલાને જાણવા મળ્યું કે સુબ્રમણિ ખુબ ગરીબ છે અને તેની આર્થિક સ્થિતી ખુબ ખરાબ છે. ત્યારબાદ આ મહિલાએ તેની મદદ કરવાનો વાયદો કર્યો હતો. આ મહિલાએ ઈન્કમટેક્ષ વિભાગને જણાવ્યું કે તેને ખાલી ભેટ તરીકે આ ઘર આપ્યું છે અને સુબ્રમણિના બાળકોના ભણતર માટે પણ પૈસા આપ્યા છે. સુબ્રમણિએ જણાવ્યું કે અમેરિકાની મહિલાએ મારી મદદ કરી છે. તે જ્યારે પણ બેંગલુરૂ આવે છે તો આ ઘરમાં પરિવારની સાથે રોકાય છે.

સુબ્રમણિએ જુની વાતો કરતા કહ્યું કે વરસાદના દિવસોમાં કેબ કે રીક્ષા મળતી નહોતી ત્યારે આ મહિલાને હું તેમના ઘરે મુકવા ગયો હતો. ત્યારબાદ જ્યારે પણ ટ્રાન્સપોર્ટેશનની જરૂરીયાત હોય તો આ મહિલા મને ફોન કરતી હતી. ત્યારબાદ અમે મિત્ર બની ગયા હતા અને મેં મારા પરિવાર વિશે વાત કરી હતી તો તેમને મને આ ઘર આપ્યું હતું. ઈન્કમટેક્ષ વિભાગ આ રીક્ષા ડ્રાઈવર પર નજર રાખી રહ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article