ખીલજીએ નાલંદા યુનિવર્સિટીને આગ લગાવી ત્યારે ત્યાંની લાઈબ્રેરીમાં એટલા પુસ્તકો હતા કે અનેક મહિનાઓ સુધી આ આગ બુજાઈ નહોંતી

નાલંદા, વિક્રમશીલા અને ઓદંતપુરી જેવી યુનિવર્સિટીઓની સાથોસાથ બખ્તિયાર ખિલજીએ બિહાર અને બંગાળમાં પણ મોટા પાયે તબાહી મચાવી હતી. આજે આપણે જાણશુ કે કેવી રીતે બખ્તિયાર ખિલજીએ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના અમૂલ્ય વારસાના પ્રતિક સમાન નાલંદા યુનિવર્સિટી, વિક્રમશીલાનો વિનાશ કર્યો. આવુ કરવા પાછળ તેના શું બદ્દઈરાદા છુપાયેલા હતા. કેમ સાધુઓ અને ઋષિઓને જોતાવેંત જ તેનુ મસ્તક ધડથી અલગ કરી દેતો?

ખીલજીએ નાલંદા યુનિવર્સિટીને આગ લગાવી ત્યારે ત્યાંની લાઈબ્રેરીમાં એટલા પુસ્તકો હતા કે અનેક મહિનાઓ સુધી આ આગ બુજાઈ નહોંતી
| Updated on: Apr 21, 2025 | 9:07 PM

ભારતમાં ઈતિહાસના પન્નાને પલટશો તો એક નામ તમને વાંરવાર ખટકશે, એ નામ છે બખ્તિયાર ખિલજી. આ હુમલાખોરનું નામ પડતા જ ભારતના અખૂટ જ્ઞાનનો ભંડાર એવી નાલંદા યુનિવર્સિટની સળગતી લાઈબ્રેરી,ઓદંતપુરી યુનિવર્સિટી અને વિક્રમશીલા વિહારના વિધ્વંસની તસવીરો સામે આવ્યા વિના ન રહે. આ તુર્કી હુમલાખોરો ભારતીય સંસ્કૃતિ અને તેના પ્રાચીન જ્ઞાનના વારસાને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધુ. ઈતિહાસ સાક્ષી છે કે બખ્તિયાર ખિલજીએ કરેલો આ વિધ્વંસ કોઈ તબાહીથી ઓછો નહોતો. બખ્તિયાર માત્ર હુમલાખોર જ નહોતો, પરંતુ ભારતની સૌથી સમૃદ્ધ અને અને અતિ ધનિક સભ્યતા પર હુમલો કરનાર અત્યંત નિર્દય વ્યક્તિ હતો. આ એવો એવો નરાધમ હતો જે પુસ્તકોને દુશ્મન ગણતો અને સાધુઓને સીધા તલવારથી જ ઉડાડી દીધા. આ હુમલો ભારતની સભ્યતા, સંસ્કૃતિ પર કરવામાં આવેલો સૌથી મોટો કુઠારાઘાત સમાન હતો. બારમી સદીનો અંત ભારત માટે ઉથલપાથલ ભર્યો હતો. એક તરફ મોહમ્મદ ઘોરીએ ઉત્તર ભારત પર કબજો કરી લીધો હતો, તો બીજી તરફ તેના સેનાપતિ અને ગુલામ કમાન્ડર બખ્તિયાર ખિલજીએ પૂર્વ તરફ વધીને તબાહીનો નવો અધ્યાય...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો