મરાઠા સામ્રાજ્યનો એ વીર યોદ્ધા જે 41 યુદ્ધો લડ્યો અને જીત્યો, પરંતુ પ્રેમમાં માત ખાઈ ગયો, વિરહ- વિયોગ અને સંઘર્ષથી ભરેલી રહી બાજીરાવની પ્રેમકહાની

|

Feb 12, 2025 | 8:30 PM

આજે વાત કરશુ 300 વર્ષ જૂની એક એવા યોદ્ધની પ્રેમ કહાનીની જેના નામની સાથે જ તેની પ્રિયતમાનું નામ ન લઈએ તો તે તેની તૌહિન ગણાશે. બાજીરાવ મસ્તાની જે ઈતિહાસના પન્ના પર અંકિત થયેલી અમર પ્રેમ કહાનીઓમાની એક. મહાપરાક્રમી આ યોદ્ધાએ અનેક મુઘલ સમ્રાટોને ધૂળ ચાટતા કર્યા પરંતુ પોતાનાઓ સામેની લડાઈમાં જ ન ટકી શક્યા. આજે વાત કરશુ બાજીરાવ મસ્તાની એ અદ્દભૂત પ્રેમકથાની જે સદેહે તો પૃથ્વી પર માત્ર થોડા વર્ષો જ સાથે રહી શક્યા પરંતુ તેમનો પ્રેમ અમર થઈ ગયો.

મરાઠા સામ્રાજ્યનો એ વીર યોદ્ધા જે 41 યુદ્ધો લડ્યો અને જીત્યો, પરંતુ પ્રેમમાં માત ખાઈ ગયો, વિરહ- વિયોગ અને સંઘર્ષથી ભરેલી રહી બાજીરાવની પ્રેમકહાની

Follow us on

મરાઠા સામ્રાજ્યના મહાન યૌદ્ધાઓને જ્યારે જ્યારે પણ યાદ કરવામાં આવે છે ત્યારે બાજીરાવ પેશવાનું નામ અત્યંત ગર્વથી લેવામાં આવે છે. ઈતિહાસના પન્ને અંકિત થયેલા મહાન, વીર યોદ્ધા બાજીરાવ બલ્લાલ ભટ્ટનો જન્મ 18 ઓગષ્ટ 1700ની સાલમાં થયો હતો. તે મરાઠા સામ્રાજ્યના પેશવા હતા અને છત્રપતિ શાહૂ મહારાજના સૌથી વિશ્વસનીય સેનાપતિ પણ હતા. મરાઠાઓના પેશવા બાજીરાવે તેની જિંદગીંમાં 41 યુદ્ધો લડ્યા અને એ તમામ લડાઈમાં તેઓ અજેય રહ્યા હતા. તેમને કોઈ હરાવી શક્તુ ન હતુ. પરંતુ સદાય અજેય રહેલા આ યૌદ્ધાની પ્રેમ કહાની અત્યંત સંઘર્ષ, વિરહ અને કરૂણતાથી ભરેલી રહી અને એ જ કારણે વિયોગમાં જ અત્યંત નાની ઉમરે જીવલેણ તાવના કારણે તેમનો જીવ ગયો હતો. બુંદેલખંડમાં પ્રથમવાર થઈ હતી બાજીરાવ અને મસ્તાનીની મુલાકાત બાજીરાવ પેશવાની પ્રેમ કહાની મરાઠા ઈતિહાસની અમર પ્રેમ કહાની છે.જેની શરૂઆત બુંદેલખંડની ચડાઈ વખતે થઈ હતી. ડિસેમ્બર 1728માં મુઘલ સુબેદાર મોહમ્મદખાન બંગશ બુંદેલખંડ પર હુમલો કરવાની તૈયારીમાં હતો. ત્યારે મહારાજા છત્રસાલને એ ખબર હતી કે તેઓ આ હુમલાનો સામનો કરી...

Published On - 8:20 pm, Wed, 12 February 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો