Baba Ka Dhaba : કાન્તાપ્રસાદે ફરી વિડીયો જાહેર કરી યુટ્યુબર ગૌરવ વાસન વિશે કહી આ વાત, જાણો સમગ્ર વિગત

Baba Ka Dhaba ના માલિક વૃદ્ધ કાંતાપ્રસાદ (KantaPrasad) ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાયા છે. છ મહિના બાદ ફરી તેમણે યુટ્યુબર ગૌરવ વાસન (Gaurav Vasan) અંગે એક વિડીયો જાહેર કર્યો છે.

Baba Ka Dhaba : કાન્તાપ્રસાદે ફરી વિડીયો જાહેર કરી યુટ્યુબર ગૌરવ વાસન વિશે કહી આ વાત, જાણો સમગ્ર વિગત
PHOTO : GUARAV WASAN
Follow Us:
| Updated on: Jun 14, 2021 | 10:53 PM

Baba Ka Dhaba : દિલ્હીમાં ‘બાબા કા ઢાબા’થી પ્રખ્યાત થયેલા વૃદ્ધ કાંતાપ્રસાદે (KantaPrasad) અને તેની મદદ કરનાર યુવાન યુટ્યુબર ગૌરવ વાસન (Gaurav Wasan) વચ્ચે થયેલો વિવાદ તમને યાદ હશે. બાબા કાન્તાપ્રસાદની ખસ્તા હાલત જોઇને યુટ્યુબર ગૌરવ વાસને તેમની મદદ માટે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો હતો. બાબાની કમાણી સારી થવા લાગી. ત્યાં જ ગૌરવ વાસન સાથે ‘ધરમ કરતા ધાડ પડી’ જેવો ઘાટ સર્જાયો હતો. ગૌરવે જેની મદદ કરી હતી તે વૃદ્ધ કાંતાપ્રસાદે જ તેના પર કેસ કર્યો હતો. આ સમગ્ર વિવાદના 6 મહિના બાદ આખરે કાંતાપ્રસાદે યુટ્યુબર ગૌરવ વાસનની માફી માંગી છે.

કાન્તાપ્રસાદે યુટ્યુબર ગૌરવ વાસનની માફી માંગી Baba Ka Dhaba ના માલિક વૃદ્ધ કાંતાપ્રસાદ (KantaPrasad) ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાયા છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયો બાદ ચર્ચામાં આવી ચુકેલા બાબા કા ધાબા ફેમ કાંતા પ્રસાદે 6 મહિનાના લાંબા ગાળા બાદ હવે યુટ્યુબર અને બ્લોગર ગૌરવ વાસન (Gaurav Wasan)ની માફી માંગી છે. આ અંગે બાબા કા ઢાબાના માલિક બાબા કાંતાપ્રસાદે એક વીડિયો જાહેર કરતાં કહ્યું કે ગૌરવ વાસન ચોર નથી. અમારાથી ભૂલ થઇ છે. તે માટે અમે જનતાની માફી માંગીએ છીએ.

ગૌરવ વાસને કાંતાપ્રસાદની કરી હતી મદદ ઓક્ટોબર 2020માં યુટ્યુબર અને બ્લોગર ગૌરવ વાસન (Gaurav Wasan) એ દિલ્હીના માલવીયાનગરમાં સ્થિત Baba Ka Dhaba નો એક વિડિઓ બનાવ્યો અને તેને યુટ્યુબ પર મૂક્યો હતો. આ વિડિઓ ખૂબ ટૂંકા સમયમાં ખૂબ જ લોકપ્રિય બની છે. આ વાયરલ વીડિયો જોયા બાદ લોકોના ટોળા બાબા ક ઢાબા પર એકઠા થયા હતા. ઘણા લોકોએ તેમની નબળી આર્થિક સ્થિતિને જોતા બાબા કા ઢાબાના માલિક કાંતાપ્રસાદની મદદ પણ કરી હતી.

કાંતાપ્રસાદે ગૌરવ વાસન પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો  યુટ્યુબર અને બ્લોગર ગૌરવ વાસન (Gaurav Wasan) ના વિડીયોથી બાબા કા ઢાબાના માલિક કાંતાપ્રસાદને ખુબ આર્થિક મદદ મળી અને નવું રેસ્ટોરન્ટ પણ બનાવ્યું હતું. અચાનક કાંતાપ્રસાદે (KantaPrasad) ગૌરવ વાસન વિરુદ્ધ છેતરપિંડીનો આરોપ લગાવી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો.પરંતુ હવે તેમણે હાથ જોડીને ગૌરવ વાસનની માફી માંગી લીધી છે.

તાજેતરમાં જ કાંતાપ્રસાદ અંગે બીજા એક સમાચાર સામે આવ્યાં છે. લોકોની આર્થિક મદદ લીધા પછી કાંતાપ્રસાદે પોતાનું એક રેસ્ટોરન્ટ ખોલ્યું હતું. પરંતુ નુકસાન બાદ કાંતાપ્રસાદે આ રેસ્ટોરન્ટ બંધ કરવું પડ્યું અને ફરી પાછા પોતાના Baba Ka Dhaba પર કામે લાગી ગયા છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">