VIDEO: રામમંદિરના ભૂમિપૂજન બાદ અયોધ્યામાં દિવાળી જેવો માહોલ સર્જાયો, ઘરે ઘરે દીવડાં પ્રગટ્યાં અને રોશનીથી ઝળહળી રામની નગરી
અયોધ્યા આજે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. અયોધ્યાવાસીઓનું વર્ષો જુનું સપનું સાકાર થયું છે ત્યારે રામની નગરીમાં દિવાળી જેવો માહોલ છે. રામમંદિરના ભૂમિપૂજન બાદ અયોઘ્યાવાસીઓમાં અદમ્ય ઉત્સાહ છે. અહીં ઘરે ઘરે દીવડાં પ્રગટ્યાં છે. અયોધ્યામાં જાણે કે શ્રાવણ મહિનામાં દિવાળી આવી હોય તેમ લોકો શેરી અને ચોકમાં સાથીયા પૂરી દીવા પ્રગટાવી રહ્યાં છે. સરયુ નદીના […]

અયોધ્યા આજે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. અયોધ્યાવાસીઓનું વર્ષો જુનું સપનું સાકાર થયું છે ત્યારે રામની નગરીમાં દિવાળી જેવો માહોલ છે. રામમંદિરના ભૂમિપૂજન બાદ અયોઘ્યાવાસીઓમાં અદમ્ય ઉત્સાહ છે. અહીં ઘરે ઘરે દીવડાં પ્રગટ્યાં છે. અયોધ્યામાં જાણે કે શ્રાવણ મહિનામાં દિવાળી આવી હોય તેમ લોકો શેરી અને ચોકમાં સાથીયા પૂરી દીવા પ્રગટાવી રહ્યાં છે. સરયુ નદીના ઘાટે તો એક સાથે હજારો દીવડાં ઝળહળી ઉઠ્યાં છે. ઠેર ઠેર જય શ્રીરામના નારા સાથે વાતાવરણ રામમય બની ગયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
