Breaking News : અસદની અંતિમ વિધીમાં અતીક અહેમદ હાજરી નહીં આપી શકે, કોર્ટે નહીં આપી મંજૂરી

|

Apr 13, 2023 | 10:12 PM

દોષિત અતીક અહેમદ પોતાના પુત્રના મોત પર પોલીસ લાઈનમાં બાળકની જેમ રડ્યો હતો. તેણે ભાઈ અશરફના ખભા પર માથું રાખીને તેનું દિલ હળવું કર્યું. બીજી તરફ અસદનું પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. શુક્રવાર સાંજ સુધીમાં અસદની અંતિમ ક્રિયા કરવામાં આવશે.

Breaking News : અસદની અંતિમ વિધીમાં અતીક અહેમદ હાજરી નહીં આપી શકે, કોર્ટે નહીં આપી મંજૂરી
Atiq hmed

Follow us on

ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી અને માફિયા ડોન અતીક અહમદના પુત્ર અસદને ગુરુવારે એટલે કે આજે બપોરે યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો. દોષિત અતીક અહેમદ પોતાના પુત્રના મોત પર પોલીસ લાઈનમાં બાળકની જેમ રડ્યો હતો. તેણે ભાઈ અશરફના ખભા પર માથું રાખીને તેનું દિલ હળવું કર્યું. બીજી તરફ અસદનું પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. શુક્રવાર સાંજ સુધીમાં અસદની અંતિમ ક્રિયા કરવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે નાના હારૂન અને ખાલુ ડો. ઉસ્માન અતીક અહેમદના પુત્ર અસદનો મૃતદેહ પ્રાપ્ત કરશે. બંનેનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. ખાસ વાત એ છે કે પુત્ર અસદનો ચહેરો છેલ્લી વખત જોવાની અતીક અહેમદની ઈચ્છા અધૂરી રહી જશે. વાસ્તવમાં આંબેડકર જયંતિના કારણે શુક્રવારે એટલે કે 14 એપ્રિલે કોર્ટ બંધ છે. જો અતીકના વકીલ અસદના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અરજી સબમિટ કરે છે, તો તકનીકી સમસ્યા હોઈ શકે છે. જો કે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અતીકના પુત્રના અંતિમ સંસ્કારમાં આવનારાઓની વીડિયોગ્રાફી કરવામાં આવશે.

આ પણ વાંચો : Breaking News: અતીક અહેમદના પુત્ર અસદ અહેમદનું યુપી પોલીસે કર્યુ એન્કાઉન્ટર, શૂટર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

અતીકના પુત્ર અસદનું એન્કાઉન્ટર

ઉમેશ પાલ હત્યા કેસના શૂટર અને માફિયા અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ સાથે ગોળીબાર કરનાર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો. ઝાંસીમાં, યુપી એસટીએફના ડેપ્યુટી એસપી નવેન્દુ અને ડેપ્યુટી એસપી વિમલના નેતૃત્વમાં, પાંચ લાખનું ઈનામ ધરાવનાર અસદ અને મોહમ્મદ ગુલામની હત્યા કરવામાં આવી છે. પોલીસને બંને પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યા છે.

UP STFએ ઝાંસીમાં અતિક અહેમદના પુત્ર અસદની હત્યા કરી છે. આ સાથે જ ઉમેશ પાલની હત્યા કરનાર મોહમ્મદ ગુલામની પણ હત્યા કરવામાં આવી છે. એન્કાઉન્ટરની વિગતો આવવાની બાકી છે.

અસદ અને ગુલામે ઉમેશ પાલની કરી હતી હત્યા

ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં રાજુપાલ હત્યા કેસમાં સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. જ્યારે ઉમેશ પાલ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે શૂટરોએ તેના પર ગોળીબાર કર્યો જ્યારે તે કારમાંથી બહાર ગલીમાંથી ઉતરી રહ્યો હતો. આ દરમિયાન બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં ઉમેશ પાલ અને તેના બે સરકારી ગનર્સ માર્યા ગયા હતા.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર   

            ક્રાઈમ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 8:28 pm, Thu, 13 April 23

Next Article