Atal Bihari Vajpayee : પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

|

Dec 25, 2021 | 9:24 AM

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ની આજે 97મી જન્મજયંતિ છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)સહિત વરિષ્ઠ નેતાઓએ તેમની સમાધિ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

Atal Bihari Vajpayee : પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
PM Modi pays tributes to Vajpayee on his birth anniversary

Follow us on

Atal Bihari Vajpayee 97th Birth Anniversary: : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) ના જન્મદિવસ પર આજે બધા તેમને યાદ કરી રહ્યા છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. તેમના જન્મદિવસને ‘ગુડ ગવર્નન્સ ડે'(Good Governance Day) તરીકે ઉજવવામાં આવે છે.

 

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

 

આ જ કારણ છે કે ભાજપે (BJP)આ ખાસ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. PM નરેન્દ્ર મોદીએ આજે ​​(શનિવાર) પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન મોદી (Prime Minister Modi)ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને ગૃહમંત્રી અમિત શાહે  (Amit Shah) પણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  (Amit Shah) પણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ને તેમની જન્મજયંતિ પર યાદ કરી ટ્વિટ કર્યું

 

રાજકારણનો આદર્શ યુગપુરુષ’

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ કહ્યું, ‘ભારતીય રાજનીતિના આદર્શ યુગપુરુષ, કરોડો ભાજપના કાર્યકરોના માર્ગદર્શક અને પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન પૂજ્ય શ્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર  કોટિ કોટિ નમન. રાષ્ટ્ર અને સંગઠનની સેવામાં સમર્પિત યુગદૃષ્ટ અટલજીનું જીવન આપણા સૌ માટે પ્રેરણાસ્ત્રોત છે.

 

 

આ પણ વાંચો : Cricket: સૂર્યકુમાર યાદવે દર્શાવ્યુ તોફાની સ્વરુપ, 37 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે ફટકાર્યુ બેવડુ શતક, જાણો ક્યાં દર્શાવી આ રમત

Next Article