પેટ્રોલ પંપ પર તમને મળે છે આ 6 સુવિધાઓ, જો લાભ લેતા રોકવામાં આવે તો અહીં કરી શકો છો ફરીયાદ

|

Jun 10, 2021 | 3:14 PM

તમને પેટ્રોલ પંપ પર કેટલીક સુવિધાઓ ફ્રીમાં (Free facility at petrol pump) મળે છે. માર્કેટિંગ ડિસિપ્લિન ગાઇડલાઇંસ અંતર્ગત કેટલાક નિયમ-કાયદાઓ બનાવવામાં આવ્યા છે.

પેટ્રોલ પંપ પર તમને મળે છે આ 6 સુવિધાઓ, જો લાભ લેતા રોકવામાં આવે તો અહીં કરી શકો છો ફરીયાદ
ફાઇલ તસવીર

Follow us on

તમે જ્યારે પણ પેટ્રોલ પંપ (Petrol Pump) પર જાઓ છો, ત્યારે તમારા ખિસ્સા ખાલી થઇ જાય છે. કારણ કે પેટ્રોલ ડિઝલનો ભાવ જ આભને આંબતો હોય છે. તમે અઠવાડિયામાં એક વાર તો પેટ્રોલ પંપની મુલાકાત લેતા જ હશો. પરંતુ શુ તમે જાણો છો કે તમને પેટ્રોલ પંપ પર કેટલીક સુવિધાઓ ફ્રીમાં (Free facility at petrol pump) મળે છે. માર્કેટિંગ ડિસિપ્લિન ગાઇડલાઇંસ અંતર્ગત કેટલાક નિયમ-કાયદાઓ બનાવવામાં આવ્યા છે. તો જાણીએ કે કઇ કઇ સુવિધાઓનો લાભ પેટ્રોલ પંપ પર ફ્રીમાં મળે છે.

મફત હવા – તમે જોતા હશો કે પેટ્રોલ પંપ પર હવા ભરવાની મશીન મુકવામાં આવી હોય છે. આ મશીન એ જ મફત સેવાઓમાંની એક છે. પેટ્રોલ પંપના માલિકે આ મશીન મુકાવવાની હોય છે. જે પણ લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવે છે તેમની ગાડીઓમાં ફ્રીમાં હવા ભરી આપવાની હોય છે. હવા ભરાવવા માટે ગ્રાહકોએ કોઇ રૂપિયા આપવાના રહેતા નથી. પંપના માલિકે આ કામ માટે એક વ્યક્તિને પણ રાખવાનો હોય છે.

પીવાનું ચોખ્ખુ પાણી – પેટ્રોલ પંપ પર પિવાના સાફ પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. ગ્રાહકો અહીં પીવાના સાફ પાણીની માંગ કરી શકે છે અને આ સુવિધા પંપ તરફથી ગ્રાહકોને ફ્રીમાં આપવાની હોય છે. આ સુવિધા માટે પંપના માલિક આરઓ પ્યુરિફાયર લગાવડાવે છે. કેટલાક પેટ્રોલ પંપ પર ઠંડા પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શૌચાલયની સુવિધા – પેટ્રોલ પંપ પર શૌચાલયની સુવિધા અનિવાર્ય છે. આ સુવિધા ગ્રાહકોને મફતમાં આપવાની હોય છે એટલુ જ નહી તેમણે આ શૌચાલયને નિયમિત રીતે સ્વચ્છ પણ રાખવુ પડે છે. જો આ સુવિધાને લઇને કોઇ પણ પ્રકારની સમસ્યા આવે છે અથવા તો જો શૌચાલય સ્વચ્છ હાલાતમાં ન હોય તો તમે પેટ્રોલ પંપ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી શકો છે. ગ્રાહકની ફરીયાદ પર પંપ માલિકને જવાબ પણ આપવો પડી શકે છે.

ફોન – જો તમને ઇમરજન્સીમાં કોઇને ફોન કરવા હોય તો પેટ્રોલ પંપ પર આ સુવિધા તમને મફતમાં મળશે. પેટ્રોલ પંપ શરૂ કરવાની સાથે જ ત્યાં એક ટેલિફોન નંબર પણ શરૂ કરવો પડે છે જેથી પેટ્રોલ ભરાવવા આવેલા ગ્રાહકો તેનો ઉપયોગ કરી શકે.

પ્રાથમિક ઉપચાર કિટ – દરેક પેટ્રોલ પંપ પર પ્રાથમિક ઉપચાર કિટ એટલે કે ફર્સ્ટ એડ કિટ રાખવી જરૂરી છે. દરેક પેટ્રોલ પંપ પર આ સુવિધા ગ્રાહકોને મફતમાં આપવામાં આવે છે. જો અચાનક કોઇ ઘટના બને તો હોસ્પિટલ પહોંચવા પહેલા આ કિટનો તાત્કાલિક ઉપયોગ કરી શકાય છે.

ક્વોલિટી ચેક – તમને પેટ્રોલની ક્વોલિટી ચેક કરવાનો અધિકાર મળે છે. તમે ક્વોલિટીની સાથે સાથે ક્વોંટીટી પણ ચેક કરી શકો છો. આની સાથે પેટ્રોલ પંપ પર હંમેશા અગ્નિશામક ઉપકરણ હોવા જરૂરી છે જેથી આગ લાગવાની કોઇ ઘટના બને તો તેને તરત બુજાવી શકાય

જો તમને કોઇ પણ સુવિધાનો લાભ લેવાથી રોકવામાં આવે અથવા તો કોઇ અડચણ આવે તો તમે પેટ્રોલ પંપની બહાર આપેલા ગ્રાહક સુવિધા નંબર પર કોલ કરીને ફરીયાદ નોંધાવી શકો છો અથવા તો http://pgportal.gov.in/. પર જઇને તમારી ફરીયાદ રજીસ્ટર કરાવી શકો છો.

Next Article