cyclone tauktae in gujarat : વાવાઝોડુ તાઉ તે 11 કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આગળ વધે છે, 17મીએ રાત્રે ભાવનગરથી વેરાવળની વચ્ચે ત્રાટકશે તાઉ તે

|

May 16, 2021 | 1:31 PM

cyclone in gujarat : તાઉ તે ( tauktae ) વાવાઝોડુ અરબી સમુદ્રમાં 16 એપ્રિલના બપોરના ગુજરાતના વેરાવળ દરિયાકાઠાથી 660 કિલોમીટર દૂર છે. જે દર કલાકના 11 કિલોમીટરની ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

cyclone tauktae in gujarat : વાવાઝોડુ તાઉ તે  11 કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આગળ વધે છે, 17મીએ રાત્રે ભાવનગરથી વેરાવળની વચ્ચે ત્રાટકશે તાઉ તે
દર કલાકે 11 કિલોમીટરની ઝડપે આગળ વધે છે tauktae cyclone

Follow us on

તાઉ તે વાવાઝોડુ, અરબી સમુદ્રમાં પ્રતિ કલાકે 11  કિલોમીટરની ગતીએ આગળ વધી રહ્યું  છે. બપોરના 12 વાગે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ પણજી-ગોવાથી 120 કિલોમીર દુર છે. મુંબઈથી દક્ષિણમાં 420 કિલોમીટર અને ગુજરાતના વેરાવળ દરિયાકાઠાથે 660 કિલોમીટર દૂર રહ્યુ છે. તાઉ તે વાવાઝોડુ, આવતીકાલ સાંજ સુધીમા ભાવનગરથી વેરાવળની વચ્ચે ત્રાટકે તેવુ અનુમાન હવામાન વિભાગે કર્યુ છે.

અરબી સમુદ્રમાં રહીને તાઉ તે વાવાઝોડુ વધુને વધુ મજબુત બની ગયુ છે. ઉપગ્રહ દ્વારા લેયાયેલી તાઉ તે વાવાઝોડાની તસ્વીરમાં વાવાઝોડાની આંખ પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તાઉ તે વાવાઝોડુ હાલ દરિયામાં હોવા છતા,  140 કિલોમીટરની ઝડપે પવન વંટોળ સ્વરૂપે ફુંકાઈ રહ્યો છે.

તારીખ પવનની ગતી ( કિ.મી.માં) વાવાઝોડાનો પ્રકાર
16-05-21- સાંજે 140-150 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
16-05-21 રાત્રે 145-155 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
17-05-21 સવારે 150-160 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
17-05-21 સાંજે 150-160 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
18-05-21 સવારે 150-160 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
18-05-21 સાંજે 70-80 સાયક્લોનિક સ્ટ્રોમ
19-06-21 સવારે 30-40 ડિપ્રેશન

કયા કયા જિલ્લામાં થશે વાવાઝોડાની અસર
ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાની અસર ખાસ કરીને ભાવનગર, કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં આ સંભવિત વાવાઝોડાની અસર થશે. જેમાં તોફાની પવન ફુકાવાની સાથે ભારે વરસાદ પણ વરસવાની સંભાવના છે. તો રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દરિયો તોફાની બનશે
અરબી સમુદ્રમાં તાઉ તે વાવાઝોડુ બની ગયુ હોવાથી, વાવાઝોડાની આસપાસના વિસ્તારોમાં ભારે પવન ચક્રાવાતની માફક ફુંકાઈ રહ્યો છે. તાઉ તે વાવાઝોડામાં આજે પવનની ગતી 140થી 155 કિલોમીટરની રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમ જેમ આ વાવાઝોડુ કાઠા વિસ્તાર તરફ આવશે ત્યારે દરિયા કિનારે, ભારે ઉચા મોજા ઉછળશે. જેના પાણી કાંઠા વિસ્તારમાં ધૂસી જવાની સંભાવના છે.

તાઉ તે વાવાઝોડાની અસર ગુજરાતમાં આજે એટલે કે 16મી મેથી જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં 16મી મે એ વાદળછાયુ વાતાવરણ રહેવાની સાથે હળવો કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો 17 અને 18મી મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ સહીત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થાને તો તોફાની પવનની સાથે  20 સેન્ટીમીટરથી પણ વધુનો વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે.

 

Next Article