NRCનું ફાઈનલ લિસ્ટ થયું જાહેર, 19 લાખ લોકોના નામ નહી

|

Aug 31, 2019 | 5:26 AM

અસમમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)નું ફાઈનલ લિસ્ટ જાહેર થઈ ગયુ છે. અધિકારીઓ મુજબ સવારે 10 વાગ્યાથી http://www.nrcassam.nic.in પર તેનું લિસ્ટ જોવા મળશે. આખા રાજ્યમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘણી જગ્યાઓ પર 4થી વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે. આ સંપૂર્ણ કવાયત તે લોકોને ઓળખાણ કરવાની છે. જે ગેરકાયદેસર રીતે અસમમાં […]

NRCનું ફાઈનલ લિસ્ટ થયું જાહેર, 19 લાખ લોકોના નામ નહી

Follow us on

અસમમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)નું ફાઈનલ લિસ્ટ જાહેર થઈ ગયુ છે. અધિકારીઓ મુજબ સવારે 10 વાગ્યાથી http://www.nrcassam.nic.in પર તેનું લિસ્ટ જોવા મળશે. આખા રાજ્યમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘણી જગ્યાઓ પર 4થી વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે.

આ સંપૂર્ણ કવાયત તે લોકોને ઓળખાણ કરવાની છે. જે ગેરકાયદેસર રીતે અસમમાં રહે છે. આ લિસ્ટ જાહેર થયા પછી રાજનીતિક રીતે મોટું તોફાન ઉભુ થઈ શકે છે. ત્યારે CM સર્વાનંદ સોનોવાલે લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

NRC લિસ્ટ જાહેર થઈ ચુક્યુ છે. NRC સેન્ટર પર અધિકારી લિસ્ટ લઈને કાઉન્ટર પર બેઠા છે જેથી જે પણ વ્યક્તિ આવે તે પોતાનું નામ જોઈ શકે છે. જો NRCની ફાઈનલ લિસ્ટમાં તમારૂ નામ નથી તો પરેશાન થવાની જરૂર નથી. NRCથી નામ બહાર થવા પર ફોરન ટ્રિબ્યુનલ્સ (FT)માં અપીલ દાખલ કરવા માટેની સમયમર્યાદા 60 દિવસથી વધારીને 120 દિવસ કરી દેવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પહેલા જ કહ્યું છે કે જે લોકોનું નામ આ ફાઈનલ લિસ્ટમાં નહી હોય તેમને વિદેશી નાગરિક કહેવામાં આવશે નહી. તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કર્યા પછી લોકો ટ્રિબ્યૂનલમાં અપીલ કરી શકે છે. પ્રથમ વખત રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર 1951માં જાહેર કરવામાં આવ્યું હતું. હવે લગભગ 7 દાયકા પછી એક વખત ફરી સુપ્રીમ કોર્ટના આદેશ પર આ લિસ્ટને અપડેટ કરવામાં આવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે NRCના સ્ટેટ કોર્ડિનેટર પ્રતીક હજેલાએ જણાવ્યું કે 3 કરોડ 11 લાખ 21 હજાર લોકોને આ લિસ્ટમાં જગ્યા મળી અને 19 લાખ જેટલા લોકોને બહાર કરી દીધા છે. જે લોકોના નામ આ લિસ્ટમાં નથી તે ફોરન ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article