Assam Election Result: અસમમાં BJP એ લગાવી જીતની હેટ્રિક, હિમંતા બિસ્વા બન્યા મેન ઓફ ધી ટુર્નામેન્ટ

અસમ વિધાનસભા ચૂંટણીમાં કાઉન્ટીંગ શરૂ છે. અત્યાર સુધીના રૂજાનોમાં BJP ની સત્તામાં ધમાકેદાર વાપસી કરતી જોવા મળી રહી છે. હિમંતા બિસ્વાના નેતૃત્વમાં BJP જીતની હેટ્રિક લગાવતી જોવા મળી રહી છે.

Assam Election Result: અસમમાં BJP એ લગાવી જીતની હેટ્રિક, હિમંતા બિસ્વા બન્યા મેન ઓફ ધી ટુર્નામેન્ટ
| Updated on: May 04, 2026 | 12:45 PM

Assam Assembly Election Result: અસમ વિધાનસભા ચૂંટણીનું ફાઈનલ રિઝલ્ટ જાહેર થવામાં બસ હવે જૂજ સમય બાકી છે. પરંતુ માહોલ ભાજપની તરફેણમાં સંપૂર્ણ રીતે જોવા મળી રહી છે. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, વર્તમાન વલણો દર્શાવે છે કે ભાજપ સત્તામાં વાપસી કરી રહી છે. 126 વિધાનસભા બેઠકો ધરાવતા આ રાજ્યમાં, ભાજપ માટે આ વિજયની હેટ્રિક હશે. અને આ જીતના નાયક છે હિમંતા બિસ્વા શર્મા.

એક સમયે જીતના નાયક રહેલા હિમંતા એ વર્ષ 2015માં કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો. ભાજપે તેમના પર વિશ્વાસ મૂક્યો અને 2016ની ચૂંટણીમાં તેમને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા. જ્યારે પાર્ટી વિજયી બની, ત્યારે તેઓ આસામના મુખ્યમંત્રી બન્યા. 2021માં પણ, ભાજપે હિમંતાના નેતૃત્વમાં ચૂંટણી લડી અને વિજય મેળવ્યો. ફરી એકવાર, ભાજપની કમાન આ વખતે હિમંતાના હાથમાં રહી. તેમણે પાર્ટીને નિરાશ ન કરી; પરિણામે, ફરી એકવાર આસામમાં ભાજપ વિજયકૂચ કરતી જોવા મળી રહી છે.

હિમંતા એ કેવી રીતે બન્યા જીતના નાયક?

આસામમાં ભાજપની જીતની હેટ્રિક પાછળ હિમંતાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમને પૂર્વોત્તર ભારતમાં ભાજપના સૌથી મોટા સંકટમોચક અને વ્યુહરચનાકાર કહેવામાં આવે છે. ભાજપની જીતમાં હિમંતાનું યોગદાન કંઈક આ પ્રકારે રહ્યુ.

1. ‘ડિલિવરી-ફર્સ્ટ’ સરકાર

હિમંત બિસ્વા શર્માએ તેમની સરકારીની ડિલિવરી-ફર્સ્ટ સરકાર તરીકેના રૂપમાં છબી બનાવી.

રોડ, રસ્તા, રેલ અને ખાસ કરીને સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ્સ જેવા મોટા ઓ્દ્યોગિક રોકાણ દ્વારા તેમણે અસમનેઆધુનિક ઓદ્યોગિક કેન્દ્ર તરીકે રજૂ કર્યુ.

તેમણે રાજ્યભરમાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્યસંભાળ સેવાઓમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. આનાથી આસામમાં ભાજપની છબી વધુ મજબૂત થઈ.

હિમંતાએ આસામમાં ‘ઓરુનોદોઈ’ જેવી કલ્યાણકારી યોજનાઓ રજૂ કરી, જેના દ્વારા નાણાકીય સહાય સીધી મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે.

યુવાનોને ધ્યાનમાં રાખીને સરકારી નોકરીઓ માટે મોટા પાયે ભરતી અભિયાનોએ તેમણે ખૂબ લોકપ્રિય બનાવ્યુ.

2. ચૂંટણી વ્યવસ્થાપન અને ગઠબંધન

હિમંતા કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા રહ્યા છે; આથી તેમને વિપક્ષની નબળાઈનો મજબુત અંદાજ રહે છે. તેમણે AGP અને UPPL જેવા પ્રાદેશિક પક્ષો સાથે કુશળતાપૂર્વક ગઠબંધન કર્યુ જે તેમને આ ચૂંટણીમાં ફળતુ જોવા મળી રહ્યુ છે.

તેમણે ચાના બગીચાના કામદારોથી લઈને રાજ્યભરના ગ્રામીણ સમુદાયો સુધી તેમની પહોંચને મજબુત કરી.

3. ઓળખની રાજનીતિ

હિમંતાએ આસામમાં ‘જાતિ, માટી અને ભેટી’ (સ્વદેશી ઓળખ, જમીન અને મૂળ) ના મુદ્દાને આક્રમક્તાથી આગળ ધપાવ્યો.

તેમણે પોતાને આસામી સંસ્કૃતિ અને સ્વદેશી અધિકારોના રક્ષક તરીકે રજૂ કર્યા.

ઘૂસણખોરો અને વસ્તી વિષયક પરિવર્તનના મુદ્દા પર તેમના મક્કમ વલણે હિંદુ મતદાતાઓના એક મોટા વર્ગને એકજૂટ કરવામાં મદદ કરી.

ભાજપને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજ્યમાં ત્રીજી વાર તેમની સરકાર બનવા જઈ રહી છે. પાર્ટીના તમામ ઉમેદવાર મોટા અંતરથી જીત નોંધાવશે. જનતાના આશીર્વાદ અને સમર્થન ભાજપાની સાથે છે. જે આ જીતનો આધાર બનશે. વિજય ગુપ્તા, ભાજપના ઉમેદવાર

4. બેબાક ઈમેજ માટે જાણીતા

હિમંતા બિસ્વા એક એવા નેતા છે જે તેમના બેબાકપણા માટે જાણીતા છે. તેમની આ ઈમેજે યુવાનોને પાર્ટી તરફ આકર્ષવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જેની અસર ચૂંટણીના પરિણામોમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે.

એક સમુદાય વિશેષ અને કોંગ્રેસ વિરુદ્ધ તેમની ભડકાઉ ટિપ્પણીઓ અક્સર ચર્ચામાં રહે છે. તેને લઈને સમય સમય પર વિવાદ પણ થતા રહ્યા છે. પરંતુ તેમની આ ટિપ્પણીઓ પાર્ટીની છબીને બિલકુલ ડેમેજ ન કરી શકી. તેનાથી વિપરીત અન્ય સમુદાયના લોકોનો જુકાવ બીજેપી તરફ વધ્યો.

૫. ઉત્તરપૂર્વમાં ભાજપનો ચહેરો

નેડા (નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ) ના કન્વીનર તરીકે, તેમણે આસામ ઉપરાંત, સમગ્ર ઉત્તરપૂર્વ ક્ષેત્રમાં ભાજપનો પ્રભાવ સફળતાપૂર્વક વિસ્તાર્યો છે.

તેમના નેતૃત્વ હેઠળ, ભાજપે આસામને ઉત્તરપૂર્વના પ્રવેશદ્વાર તરીકે સ્થાપિત કરીને સમગ્ર પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું.

વિકાસ પહેલમાં વિશ્વાસ?

આસામમાં ભાજપની જીતની હેટ્રિક પાર્ટીની વિકાસ પહેલમાં જનતાના વિશ્વાસનો પુરાવો છે. હિમંત બિસ્વા શર્માના નેતૃત્વ હેઠળ, રાજ્ય સરકારે સતત લોકોના કલ્યાણ માટે કામ કર્યું છે – જે પ્રયાસો હવે ચૂંટણીના વલણોમાં સ્પષ્ટપણે પ્રગટ થઈ રહ્યા છે. પરિણામે, આસામમાં કોંગ્રેસ પાર્ટી માટે રાજકીય પુનરાગમન હવે એક ભયંકર પડકાર હોય તેવું લાગે છે.

પૂર્વોત્તરમાં ભાજપનો મુખ્ય ચહેરો

માત્ર અસમ જ નહીં NEDA- North East Democratic Alliance નેડા ના કન્વીનર તરીકે તેમણે આસામ ઉપરાંત સમગ્ર પૂર્વોત્તરમાંમાં ભાજપના પ્રભાવ વધાર્યો.

તેમના નેતૃત્વમાં ભાજપે અસમના પૂર્વોત્તરના પ્રવેશદ્વારા બનાવી સમગ્ર વિસ્તારમાં તેમનુ વર્ચસ્વ સ્થાપિત કર્યુ.

વિકાસ કાર્યો પર વિશ્વાસ

અસમમાં ભાજપની જીત ની હેટ્રીક દર્શાવે છે કે ત્યાંના લોકોને ભાજપના વિકાસ કાર્યોમાં વિશ્વાસ છે. હિમંતા બિસ્વા સરમા ના નેતૃત્વમાં રાજ્ય સરકાર ને સતત જનતાના કામ કર્યા છે. જેનુ અસર ચૂંટણી પરિણામો પર સ્પષ્ટ જોવા મળી રહી છે.

બંગાળમાં શરૂઆતી રૂઝાનમાં ભાજપ આગળ, આ વખતે એક- બે નહીં પરંતુ 7 M ફેક્ટર.. કોને કરાવશે ફાયદો?

Published On - 12:40 pm, Mon, 4 May 26

Follow Us