ભારતીય સેના આ કારણે છે ચિંતામાં, સંરક્ષણ મંત્રાલયને કરી જાણ!

|

May 15, 2019 | 3:57 AM

ભારતીય સેનાએ હથિયારોની ગુણવત્તા અને હથિયારોની ડિલીવરી મોડી મળવાને લીધે ચિંતા વ્યક્ત કરી છે. ઓર્ડિનેસ ફેક્ટ્રી બોર્ડથી મળનારી 21,500 કરોડ રૂપિયાના હથિયાર અને દારૂગોળો છેલ્લા 10 વર્ષથી સેનાને સમયસર નથી મળી રહ્યું. સંરક્ષણ મંત્રાલયને આ વિશે 15 પેજનો એક રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ ભારતીય સેના અને OFB બંનેએ ઘણીવાર મોડી હથિયારોની […]

ભારતીય સેના આ કારણે છે ચિંતામાં, સંરક્ષણ મંત્રાલયને કરી જાણ!
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ભારતીય સેનાએ હથિયારોની ગુણવત્તા અને હથિયારોની ડિલીવરી મોડી મળવાને લીધે ચિંતા વ્યક્ત કરી છે. ઓર્ડિનેસ ફેક્ટ્રી બોર્ડથી મળનારી 21,500 કરોડ રૂપિયાના હથિયાર અને દારૂગોળો છેલ્લા 10 વર્ષથી સેનાને સમયસર નથી મળી રહ્યું. સંરક્ષણ મંત્રાલયને આ વિશે 15 પેજનો એક રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

એક અહેવાલ મુજબ ભારતીય સેના અને OFB બંનેએ ઘણીવાર મોડી હથિયારોની ડિલીવરી મળવાની ફરિયાદ સંરક્ષણ મંત્રાલયમાં કરી ચૂક્યા છે. હથિયારની ખરીદી માટેની પહેલી યોજના જે 2009-14ની વચ્ચે પૂર્ણ થવાની હતી તે દરમિયાન પણ 14 હજાર કરોડ રૂપિયાના હથિયારની ડિલીવરીમાં મોડુ થયુ હતું.

TV9 Gujarati

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

ત્યારબાદ બીજી યોજના જે 2014-19 માટે હતી, તેમાં પણ 7500 કરોડ રૂપિયાના હથિયારોની ડિલીવરીની કઈ જાણકારી નથી. OFB ભારતીય સેનાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું દારૂ-ગોળા મેળવવાનો મુખ્ય સ્ત્રોત છે. આર્મી અને વાયુસેનામાં તેમના બનાવેલા દારૂગોળા ઉપયોગમાં લેવામાં આવે છે. આ સરકારી કંપનીનું વર્ષનું ટર્નઓવર 19 હજાર કરોડ રૂપિયા છે પણ સામાનની ગુણવત્તા સારી નથી.

OFB અને સેનાએ ડિલીવરી સિવાય પણ હથિયારોની ગુણવત્તા પર પણ ઘણાં પ્રશ્નો કર્યા છે. સેનાએ સંરક્ષણ મંત્રાલયને કહ્યું કે સારી ગુણવત્તાના દારૂગોળાનો ઉપયોગ ન કરવાથી સૈનિકોના ઘાયલ થવા અને મોત થવાના અને મોંઘા હથિયારોના ખરાબ થવાના મામલા વધી રહ્યાં છે.

સેનાના રેડ એલર્ટે મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદનથી જોડાયેલા વિભાગોમાં હલચલ મચાવી દીધી છે અને દારૂગોળાની ગુણવત્તાના સંબંધમાં તે સંયૂક્ત પ્રયત્નો કરી રહ્યાં છે. મંત્રાલયને મોકલેલા રિપોર્ટમાં સેનાએ કહ્યું કે ખરાબ દારૂગોળાને લીધે સેનાની ભરેલી બંદૂકો ઘણી વખત દુર્ઘટનાગ્રસ્ત હોય છે. તેમાં અર્જુન, ટી-72 અને ટી-90 ટેન્કોમાં ઉપયોગ થવાવાળી બંદૂકો પણ સામેલ છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની પ્રથમ મેચમાં કચ્છ વોરિયર્સની સામે હાલાર હિરોઝનો 24 રને વિજય

સેનાએ મોકલેલા રિપોર્ટને સેક્રેટરી ડિફેન્સ પ્રોડક્શન અજય કુમારે ખુબ ગંભીરતાથી લીધો છે અને OFB દ્વારા સપ્લાઈ કરવામાં આવતા દારૂગોળાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રાઈવેટ સેક્ટરની મદદ લેવા માટે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

ઉરી હુમલા પછી સરકારને જાણીને મોટ ઝટકો લાગ્યો હતો કે આ પ્રકારના હુમલાને પહોંચી વળવા માટે સેના પાસે જોઈએ તેટલા હથિયાર હાજર નથી. ત્યારબાદ 11,740 કરોડ રૂપિયાના 19 સોદા કરવામાં આવ્યા હતા. તેમાં રૂસથી સ્માર્ક રોકેટ, કોંક્રૂઝ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ અને T90 અને T72 ટેન્ક માટે હથિયાર સામેલ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article