આર્થિક સુસ્તી વચ્ચે સરકારને વધુ એક ઝટકો, ઓક્ટોબર મહિનામાં GST કલેક્શનમાં થયો આટલો ઘટાડો

|

Nov 01, 2019 | 4:05 PM

આર્થિક સુસ્તી વચ્ચે સરકારને વધુ એક ઝટકો લાગ્યો છે. ઓક્ટોબર મહિનામાં GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી ઓછુ રહ્યું છે. સપ્ટેમ્બરની સરખામણીએ જીએસટી કલેક્શન 91,916 કરોડ રૂપિયાથી વધી 95,380 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે ગત વર્ષે ઓક્ટોબરના મુકાબલે આ 1 લાખ કરોડ રૂપિયાથી નીચે આવી 95,380 કરોડ રૂપિયા રહ્યું છે. તમને જણાવી દઈએ કે, […]

આર્થિક સુસ્તી વચ્ચે સરકારને વધુ એક ઝટકો, ઓક્ટોબર મહિનામાં GST કલેક્શનમાં થયો આટલો ઘટાડો

Follow us on

આર્થિક સુસ્તી વચ્ચે સરકારને વધુ એક ઝટકો લાગ્યો છે. ઓક્ટોબર મહિનામાં GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી ઓછુ રહ્યું છે. સપ્ટેમ્બરની સરખામણીએ જીએસટી કલેક્શન 91,916 કરોડ રૂપિયાથી વધી 95,380 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે ગત વર્ષે ઓક્ટોબરના મુકાબલે આ 1 લાખ કરોડ રૂપિયાથી નીચે આવી 95,380 કરોડ રૂપિયા રહ્યું છે. તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર 2019માં કુલ 91,916 કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચોઃ ચૂંટણીમાં મતદાન સમયે ભારતના એકમાત્ર બૂથ પર એકમાત્ર વોટર એવા ભરતદાસજી બાપુનું નિધન

આ આંકડો 19 મહિનાના નિચલા સ્તર પરનો હતો. ગત ઓગસ્ટ મહિનામાં પણ જીએસટી કલેક્શનનો આંકડો 98,202 કરોડ રૂપિયા જ રહ્યો હતો. જોકે, આ બંને મહિનામાં જીએસટી કલેક્શનમાં ઘટાડાનું કારણ આર્થિક સુસ્તી બતાવવામાં આવી રહ્યું છે. એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન ગ્રોસ GST કલેક્શન 6,06,278 કરોડ રૂપિયા રહ્યું. આ ગત નાણાકીય વર્ષની સમાન અવધિમાં આવેલા 5,77,980 કરોડ રૂપિયાના કલેક્શનથી વધારે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નાણાકીય વર્ષ 2019-20 માટે સરકારે CGSTથી 6.10 લાખ કરોડ અને કમ્પજેશન સેસથી 1.01 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. CGSTથી 50000 કરોડ રૂપિયા હાસિલ કરવાનું લક્ષ્ય છે. તો ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ટેક્સ કલેક્શન 2 લાખ કરોડ ઓછુ રહેવાનું અનુમાન છે. નાણાકીય વર્ષ 2019-20માં કુલ ટેક્સ કલેક્શનમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવી શકે છે. આનો સીધો મતલબ છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે પોતાના લક્ષ્યને પુરૂ કરવા માટે કુલ ટેક્સ કલેક્શનમાં 18 ટકાનો વધારો કરવો પડશે. એવામાં ખરાબ જીએસટી કલેક્શનના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article