દેશના પૂર્વ કિનારે વધુ એક ચક્રવાતથી ચિંતા વધી, આવતા સપ્તાહની શરૂઆતમાં ઓડિશા પહોંચશે, જાહેર થયું એલર્ટ

|

May 06, 2022 | 8:54 PM

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર એરિયા ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે.

દેશના પૂર્વ કિનારે વધુ એક ચક્રવાતથી ચિંતા વધી, આવતા સપ્તાહની શરૂઆતમાં ઓડિશા પહોંચશે, જાહેર થયું એલર્ટ
ફાઈલ ફોટો

Follow us on

શુક્રવારે દક્ષિણ આંદામાન સમુદ્રમાં (South Andaman Sea) નીચા દબાણવાળા વિસ્તારની રચનાને કારણે ચક્રવાતી તોફાનની સંભાવના છે. આ વાવાઝોડું (Cyclonic storm) આવતા સપ્તાહની શરૂઆતમાં આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને ઓડિશામાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ વાવાઝોડાના આગમનને કારણે પૂર્વી તટીય રાજ્યોમાં ભારે વરસાદ થશે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એરિયા ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે, જેના પરિણામે પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન સર્જાશે. તેમણે કહ્યું કે, તે 10 મેના રોજ દરિયાકાંઠે પહોંચવાની આશા છે. મહાપાત્રાએ કહ્યું કે, તે પહેલા ક્યાં આવશે તે અંગે હજુ સુધી કોઈ આગાહી કરવામાં આવી નથી. મહાપાત્રાએ કહ્યું કે, જ્યારે વાવાઝોડું દરિયાકાંઠાની નજીક પહોંચે છે, ત્યારે અમે કહી શકીએ છીએ કે તે ક્યાં ટકરાશે. 9 મેથી દરિયાની સ્થિતિ બગડી શકે છે, તેથી માછીમારોએ બહાર ન જવું જોઈએ. તેમણે કહ્યું કે, અનુમાન મુજબ ચક્રવાતી તોફાનની ઝડપ દરિયામાં 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે.

ચક્રવાતી વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, હવામાન કચેરીએ આવતા સપ્તાહે મંગળવારથી શુક્રવાર સુધી ગંગા નદી વિસ્તારમાં પડતા પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં વીજળી અને ભારે વરસાદની ચેતવણી આપી છે. ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનર (SRC) પીકે જેનાએ જણાવ્યું હતું કે NDRFની 17 ટીમો, ODRAFની 20 ટીમો અને ફાયર સર્વિસની 175 ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ફાયર સર્વિસના મહાનિર્દેશક એસકે ઉપાધ્યાયે જણાવ્યું કે ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

બીજી તરફ, ભારતીય હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારતમાં 7 મેથી અને મધ્ય ભારતમાં 8 મેથી ગરમીનું મોજું આવવાની શક્યતા વ્યક્ત કરી છે. IMDએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં 7 મે થી 9 મે દરમિયાન અને દક્ષિણ હરિયાણા, દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં 8 અને 9 મેના રોજ ગરમીના મોજાની સ્થિતિની અપેક્ષા છે. નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઓછા વરસાદ સાથે, આ વર્ષે એપ્રિલ ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં 122 વર્ષમાં સૌથી ગરમ હતો, સરેરાશ મહત્તમ તાપમાન અનુક્રમે 35.9 ડિગ્રી સેલ્સિયસ અને 37.78 ડિગ્રી સેલ્સિયસ હતું.

Next Article