આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) એલુરુ જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં છ લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મસુનુરુ મંડલના અક્કીરેડ્ડી ગુડેમમાં આવેલી પોરસ કેમિકલ ફેક્ટરીમાં (Chemical factory) ગેસ લીક થવાને કારણે રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન આગમાં 5 લોકો દાઝી ગયા હતા અને બાદમાં હોસ્પિટલ લઈ જતા રસ્તામાં 1 વ્યક્તિનું મોત થયું હતુ. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં (Fire Accident) 13 લોકો ઘાયલ થયા છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.
મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્તોને વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 6 લોકો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં લગભગ 17 કામદારો હાજર હતા.આ અકસ્માત એલુરુ જિલ્લાના રેડ્ડીગુડેમમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે, મસનૂર ઝોનમાં આવેલી પોરસ લેબમાં બ્લાસ્ટ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના મંગળવાર રાત્રે બની હતી.
#UPDATE | Eluru fire accident at chemical factory | Andhra Pradesh CM YS Jagan Mohan Reddy announces ex-gratia of Rs 25 lakh to the kin of the dead, Rs 5 lakhs for the critically injured, and Rs 2 lakhs to the ones who sustained minor injuries
— ANI (@ANI) April 14, 2022
મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ તેમણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 25 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ જિલ્લા મેજિસ્ટ્રેટે એસપીને આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.ઉપરાંત મુખ્યમંત્રીએ અધિકારીઓને ઈજાગ્રસ્તોને સંપૂર્ણ તબીબી સહાય પૂરી પાડવા આદેશ કર્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : Maharashtra Police Alert: આગામી તહેવારો પહેલા પોલીસ એલર્ટ, કોમી તણાવ ટાળવા માટે મહારાષ્ટ્રમાં 2 લાખ પોલીસકર્મીઓ તૈનાત
આ પણ વાંચો : Pensioners માટે ખુશખબર : સરકારે તમારા માટે નવું પોર્ટલ શરૂ કર્યું જ્યાં હલ થશે પેન્શન અંગેની તમામ ફરિયાદ