શિયાળુ સત્ર પહેલા કોંગ્રેસની મહત્વની બેઠક, મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું MSP, મોંઘવારી સહિત ઘણા મુદ્દા પર કેન્દ્રને ઘેરવાની યોજના

|

Nov 25, 2021 | 10:11 PM

કેન્દ્ર સરકારે શિયાળુ સત્ર માટે 26 બિલની યાદી બનાવી છે, જેમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવો અને 3 કૃષિ કાયદાઓને પરત લેનારૂ બિલ પણ સામેલ છે.

શિયાળુ સત્ર પહેલા કોંગ્રેસની મહત્વની બેઠક, મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું MSP, મોંઘવારી સહિત ઘણા મુદ્દા પર કેન્દ્રને ઘેરવાની યોજના

Follow us on

આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર (Parliament Winter Session) 29 નવેમ્બરથી શરૂ થવાનું છે. આ પહેલા આજે એટલે કે ગુરૂવારે કોંગ્રેસની સંસદીય સમિતિની બેઠક થઈ જેમાં સંસદ સત્ર માટે રણનીતિઓ તૈયાર કરવામાં આવી. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાન પર થયેલી આ બેઠકમાં રાજ્યસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, એકે અંટની, કેસી વેણુગોપાલ, આનંદ શર્મા સિવાય બંને ગૃહના ઉપનેતા, બંને ગૃહના મુખ્ય દંડક અને નાયબ દંડક હાજર રહ્યા.

 

બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે સંસદ સત્રમાં તમામ જરૂરી મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. ખાસ રીતે 29 નવેમ્બરે જ્યારે સત્રની શરૂઆત થશે તો ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગ કરીશું. તે સિવાય ટીએમસી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે પણ વાત કરીશું.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

ચોમાસુ સત્રની જેમ વિપક્ષી પાર્ટીઓને એકજૂથ થવાની અપીલ

તેમને જણાવ્યું કે આજે કોંગ્રેસ સંસદ રણનીતિ સમૂહની બેઠકમાં અમે નિર્ણય કર્યો છે કે અમે સંસદમાં ઘણા મુદ્દાઓને ઉઠાવીશું, જેમાં મોંઘવારી, પેટ્રોલ અને ડીઝલની કિંમતો, ચીનની આક્રમકતા અને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો સામેલ છે. તેમને કહ્યું જે મુદ્દા ખેડૂત ઉઠાવી રહ્યા છે તેમને અમે ફરીથી સંસદમાં ઉઠાવીશું, MSP, મોંઘવારી, ચીની આક્રમકતાનો મામલો પણ ઉઠાવીશું.

 

 

ચોમાસુ સત્રની જેમ આ વખતે પણ તમામ વિપક્ષી પાર્ટીઓને એકજૂથ થવાની અપીલ કરીશું. ત્યારે કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ છે. અમે અમારી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરીશું, જેથી વિપક્ષી દળો આ મુદ્દાઓ પર સાથે મળીને વાત કરી શકે.”

કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરતા આયોજિત કરવામાં આાવશે શિયાળુ સત્ર

29 નવેમ્બરે સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનું છે, જે 23 ડિસેમ્બર સુધી ચાલશે. છેલ્લા દોઢ વર્ષમાં થયેલા સંસદ સત્રોની જેમ શિયાળુ સત્ર પણ કોરોના પ્રોટોકોલનું પાલન કરતા આયોજિત કરવામાં આવશે. સમગ્ર સત્ર દરમિયાન લગભગ 20 બેઠક થશે. કોરોના મહામારીના કારણે ગયા વર્ષે સંસદનું શિયાળુ સત્ર થયું નહતું અને બજેટ સત્ર અને ચોમાસુ સત્ર પણ નાનું કરી દેવામાં આવ્યું હતું.

 

કેન્દ્ર સરકારે શિયાળુ સત્ર માટે 26 બિલની યાદી બનાવી છે, જેમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવો અને 3 કૃષિ કાયદાઓને પરત લેનારૂ બિલ પણ સામેલ છે. આ 26 નવા બિલ સિવાય સ્ટેન્ડિંગ કમિટીને મોકલેલા વધુ 3 બિલ પણ છે. જેની પર સરકાર ચર્ચા કરાવવા અને તેને પાસ કરાવવાનો પ્રયત્ન કરશે.

 

આ પણ વાંચો: માત્ર કૃષિ કાયદાઓ પાછી ખેંચી લેવાથી સમસ્યા હલ નહીં થાય, MSP પર જોઈએ સમાધાન, હૈદરાબાદમાં બોલ્યા ખેડૂત નેતા રાકેશ ટિકૈત

 

આ પણ વાંચો: Ahmedabad : યુવતીને રાજકીય પાર્ટીમાં હોદ્દો આપવાની લાલચ આપી આચરાયું દુષ્કર્મ, બે-બે વાર ગર્ભવતી પણ બનાવી

Next Article