Amit Shah કર્ણાટકમાં કરશે ચૂંટણી પ્રચાર,આગામી 5 દિવસમાં બે વાર રાજ્યની મુલાકાત લેશે

|

Mar 21, 2023 | 11:54 PM

Amit shah in Karnakata : અમિત શાહ આગામી પાંચ દિવસમાં 2 વખત કર્ણાટકની મુલાકાત લેશે. આ વર્ષના અંતમાં કર્ણાટક ચૂંટણી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કર્ણાટકની મુલાકાત પહેલા તેઓ 24 અને 26 માર્ચે આ રાજ્યની મુલાકાત લેશે. સૂત્રના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસમાં તેઓ 2 વખત કર્ણાટક પ્રવાસે જશે.

Amit Shah કર્ણાટકમાં કરશે ચૂંટણી પ્રચાર,આગામી 5 દિવસમાં બે વાર રાજ્યની મુલાકાત લેશે
Amit shah in Karnakata

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દક્ષિણના રાજ્યમાં પાર્ટીના પ્રચાર પ્રયાસોને વધુ વેગ આપવા માટે કર્ણાટકના નવા પ્રવાસનું આયોજન કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ,અમિત શાહ આગામી પાંચ દિવસમાં 2 વખત કર્ણાટકની મુલાકાત લેશે. આ વર્ષના અંતમાં કર્ણાટકમાં  ચૂંટણી યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કર્ણાટકની મુલાકાત પહેલા તેઓ 24 અને 26 માર્ચે આ રાજ્યની મુલાકાત લેશે. સૂત્રના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસમાં તેઓ 2 વખત કર્ણાટક પ્રવાસે જશે.

તેમની મુલાકાત દરમિયાન તેઓ 24 માર્ચે વિધાના સૌધા ખાતે રાજ્ય વિધાનસભાની સામે બેંગલુરુના સ્થાપક કેમ્પેગૌડા અને લિંગાયત સમાજ સુધારક બસવેશ્વરા સહિત ત્રણ પ્રતિમાઓનું અનાવરણ કરશે. મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ પુષ્ટિ કરી હતી કે અમિત શાહ 24 અને 26 માર્ચે રાજ્યની મુલાકાત લેશે, જ્યારે વડાપ્રધાન મોદી 25 માર્ચે મુલાકાત લેશે. વડાપ્રધાન અને ગૃહમંત્રીના રાજ્યભરમાં અનેક કાર્યક્રમો યોજશે. રાજ્યમાં ચૂંટણીનું બ્યુગલ વાગ્યા બાદ ભાજપ અનેક નામાંકિત વ્યક્તિઓની પ્રતિમાઓ સ્થાપિત કરીને વિવિધ સમુદાયો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

25 માર્ચે વ્હાઇટફિલ્ડ મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 માર્ચે વ્હાઇટફિલ્ડ મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કરવા અને દાવણગેરેમાં ભાજપના કાર્યક્રમમાં ભાગ લેવા કર્ણાટકની મુલાકાત લેશે. દક્ષિણના મુખ્ય રાજ્યમાં સત્તામાં પાછા ફરવા માટે અમિત શાહની મુલાકાત પણ મહત્ત્વપૂર્ણ છે. 12 માર્ચના રોજ અમિત શાહ કેરળની મુલાકાતે હતા, જેને દક્ષિણમાં આવતા વર્ષની લોકસભા ચૂંટણી માટે પાર્ટીના પ્રચારના પ્રારંભ તરીકે જોવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

અમિત શાહના આકરા પ્રહારો

અમિત શાહે CPI(M) અને કોંગ્રેસ પર આકરા પ્રહારો શરૂ કર્યા હતા. તેમણે કહ્યું કે ભૂતપૂર્વ પાર્ટીઓને વિશ્વભરમાં નકારી કાઢવામાં આવી છે, આ પાર્ટીઓ દેશમાં સન્માન ગુમાવી રહી છે. ગઠબંધનમાં તાજેતરની ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી લડવા માટે બંને પક્ષો પર કટાક્ષ કરતા, કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે કેરળમાં CPI(M)અને કોંગ્રેસ વચ્ચે કોઈ મતભેદ નથી, તેઓ પૂર્વોત્તર તેમના અસ્તિત્વ માટે સાથે આવ્યા છે.

2024 માટે જનતાને કરી આ વિનંતી

કેરળની સભામાં અમિત શાહે જણાવ્યું હતું કે, હું લોકોને 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપને તક આપવા વિનંતી કરું છું. અમે સમગ્ર દેશની સાથે સાથે કેરળનો પણ વિકાસ કરવાનો પ્રયાસ કરીશું. જ્યારે કોંગ્રેસ અને INC CPI(M) કેરળમાં હરીફો તરીકે ચૂંટણી લડ્યા હતા, તેઓ ત્રિપુરા ચૂંટણી માટે એકસાથે આવ્યા હતા. તેઓ ભાજપ સામે લડવા માટે દળોમાં જોડાયા હતા, અને તેમ છતાં ત્રિપુરાના લોકોએ અમને સંપૂર્ણ શક્તિ સાથે પાછા લાવ્યા હતા.

આ પણ વાંચો : મુંબઈમાં ભર ઉનાળે અષાઢી માહોલ ! અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

Next Article