કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) મંગળવારે રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી મહોત્સવમાં જણાવ્યું કે ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ (Statue of Equality) આત્માને શાંતિ આપે છે. તેમણે રામાનુજાચાર્યનું જીવન અને તમામ જીવ સમાન છે તેવા તેમના સંદેશને કાળના ખાડામાંથી વેદના મૂળ વાક્યને બહાર કાઢી, કોઈના માટે કડવું બોલ્યા વિના અનેક પરંપરાઓને તોડીને સમાજમાં પ્રસ્થાપિત કરી. ગૃહમંત્રી શાહે જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને દંડી સ્વામીજીના (Chinna Jeeyar Swamy) કર કમળથી ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વોલિટી’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હું હમણાં જ ત્યાં જઈને આવ્યો છું. આ પ્રતિમાના દર્શન કરવાથી આત્માને અદ્ભુત શાંતિ અને પ્રસન્નતા મળે છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, આખા દેશના તમામ સંપ્રદાયોના આચાર્ય અહીં બેઠા છે. તમને બધાને અહીં જોઈને મને ખાતરી છે કે આપણી યાત્રા ક્યારેય અટકશે નહીં અને ફરી એકવાર વિજયી બનીને સમગ્ર વિશ્વમાં જ્ઞાન ફેલાવશે. તેમણે કહ્યું કે સ્મારકની સાથે આ પવિત્ર ભૂમિ પર વેદના અભ્યાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંથી વેદની 9 શાખાઓનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ અહીંથી નીકળીને દેશભરમાં ફેલાઈ જશે અને જ્યાં પણ જશે ત્યાં વેદના જ્ઞાનની સુગંધ અને જ્યોત પ્રજ્વલિત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી શાહે કહ્યું કે રામાનુજાચાર્યએ સમાનતાનો સંદેશ આપ્યો હતો. તેમણે દેશને સમાનતા સાથે જોડ્યો. તેમણે જાતિવાદને ખતમ કરવાનું પણ કામ કર્યું. આખો દેશ સ્વામીજીના પ્રયાસોને યાદ કરશે. ભાષાની સમાનતા માટે પણ તેમણે ઘણું કામ કર્યું. રામાનુજાચાર્યે સમાનતાની વાત ફેલાવી. તેમણે નમ્રતાથી અનેક દુષ્ટ પ્રથાઓને ખતમ કરવાનું કામ કર્યું. અમિત શાહે કહ્યું કે અહીં તમામ પ્રકારની પૂજા વ્યવસ્થા અને પૂજા પ્રણાલીને સામેલ કરવા અને સાચવવાનું કામ કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સનાતન ધર્મમાં કોઈ અહંકાર અને જડતા નથી. ચિન્ના જીયાર સ્વામી મહારાજનો દેશ વતી આભાર. આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ પર પહોંચીને શ્રી રામાનુજાચાર્યને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તેમણે કહ્યું કે, ‘આવા મહાપુરુષોના સ્મારકો લોકોને વર્ષો સુધી કામ કરવાની ચેતના અને ઉત્સાહ આપે છે.’
Published On - 7:31 pm, Tue, 8 February 22