Amarnath Yatra 2021: આ વર્ષે પણ અમરનાથ યાત્રા કોરોનાને ભેટ ચઢી ગઈ, શ્રદ્ધાળુઓ જો કે ઓનલાઈન દર્શન કરી શકશે
Amarnath Yatra 2021: This year too Amarnath Yatra is a gift to Corona, however devotees will be able to do darshan online

Amarnath Yatra 2021: આ વર્ષે પણ અમરનાથ યાત્રા કોરોનાને ભેટ ચઢી ગઈ, શ્રદ્ધાળુઓ જો કે ઓનલાઈન દર્શન કરી શકશે

| Updated on: Jun 21, 2021 | 5:58 PM

Amarnath Yatra 2021: કોરોના સંક્રમણ(Corona Infection)ની સ્થિતિને જોતા આ વર્ષે પણ અમરનાથ યાત્રાને રદ કરી દેવાની ફરજ પડી છે. ગયા વર્ષે પણ અમરનાથ યાત્રા રદ કરી દેવામાં આવી હતી.

Amarnath Yatra 2021: કોરોના સંક્રમણ(Corona Infection)ની સ્થિતિને જોતા આ વર્ષે પણ અમરનાથ યાત્રાને રદ કરી દેવાની ફરજ પડી છે. ગયા વર્ષે પણ અમરનાથ યાત્રા રદ કરી દેવામાં આવી હતી. હવે જો કે 28 જૂનથી બાબા બર્ફાનીનાં દર્શન ભક્તો ઓનલાઈન કરી શકશે. શ્રી અમરનાથ છડી મુબારક 22 ઓગસ્ટે ગુફામાં લાવવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ મુદ્દે અધિકૃત નિવેદન માટે રાહ જોવાઈ રહી છે.

અમરનાથ યાત્રાને લઈને ભક્તોમાં મોટા પાયે ઉત્સાહ રહેતો હોય છે અને એક વર્ષ આગળથી આ યાત્રા માટે રાહ જોવાતી રહેતી હોય છે. વર્ષ 2020માં કોરોના ફાટી નિકળ્યા બાદ અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા તેને મુલતવી રાખવામાં આવી હતી. આ વર્ષે પણ હજુ કોરોનાની હાજરીને લઈને બોર્ડ અને જમ્મુ કાશ્મીરનાં ગવર્નર મનોજ સિન્હા વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

જો કે બોર્ડ અને તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થા પ્રમાણે ભક્તો ઓનલાઈન આરતી અને દર્શન કરી શકશે. 56 દિવસની આ યાત્રા કે જે 3880 મીટરની ઉંચાઈ પર આવેલી અમરનાથ ગુફા માટે શરૂ થતી હોય છે તે બાલતાલ અને પહેલગામથી થાય છે. 28 જુનથી શરૂ થતી યાત્રા 22 ઓગસ્ટ સુધી ચાલે છે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં રાજ્યપાલ મનોજ સિંહા જોડાયા હતા.

 

Published on: Jun 21, 2021 05:34 PM