અભિનંદનની વતન વાપસી સમયે જન્મ્યું બાળક, માતાએ પુત્રનું નામ રાખ્યું ‘અભિનંદન’

|

Mar 02, 2019 | 10:13 AM

રાજસ્થાનમાં અલવર જિલ્લાના એક પરિવારે પોતાના નવજાત શિશનું નામ ભારતીય ઍરફોર્સના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનના નામ પર રાખ્યું છે. TV9 Gujarati   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં વધારે પડતી […]

અભિનંદનની વતન વાપસી સમયે જન્મ્યું બાળક, માતાએ પુત્રનું નામ રાખ્યું ‘અભિનંદન’

Follow us on

રાજસ્થાનમાં અલવર જિલ્લાના એક પરિવારે પોતાના નવજાત શિશનું નામ ભારતીય ઍરફોર્સના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનના નામ પર રાખ્યું છે.

TV9 Gujarati

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અલવરના કિશનગાઢ બાસમાં રહેતા એક પરિવારમાં આ બાળકનો જન્મ 1 માર્ચ એટલે કે ગઈકાલે રાત્રે ત્યારે થયો કે જ્યારે અભિનંદન પાકિસ્તાનમાંથી ભારત પરત ફરી રહ્યા હતાં. બાળકના દાદા જનેશ ભૂટાણીએ કહ્યું, ‘મારા પુત્રવધુએ શુક્રવારે સાંજે પુત્રને જન્મ આપ્યો. અમે વાયુસેનાના પાયલૉટને સન્માનમાં નવજાત બાળકનું નામ અભિનંદન રાખ્યું છે. અમને પાયલૉટ અભિનંદન પર ગર્વ છે, તેથી અમે પરિવારમાં આવેલા નવા મહેમાનનું નામ અભિનંદન રાખ્યું છે.’ જનેશ ભૂટાણીએ કહ્યું કે તેમના પુત્રવધુ સહિત આખો પરિવાર પુલવામા આતંકી હુમલા બાદથી જ સતત ટીવી પર ઘટનાક્રમ જોઈ રહ્યા હતો.

દરમિયાન નવજાત બાળકના માતા સપના દેવીએ કહ્યું, ‘અભિનંદન નામ વડે હું પોતાના પુત્રને આપણા જાંબાઝ પાયલૉટની દિલેરીને યાદ અપાવતી રહીશ. હું ઇચ્છીશ કે મારો પુત્ર પણ મોટો થઈને તેની (અભિનંદન વર્તમાનની) જેમ જ બહાદુર સૈનિક બને.’

નોંધનીય છે કે આ પહેલા ગત 27 ફેબ્રુઆરીએ રાજસ્થાનમાં જ નાગૌર ખાતેના એક પરિવારે ભારતની ઍર સ્ટ્રાઇકની યાદમાં પરિવારમાં જન્મેલા નવજાત બાળકનું નામ મિરાજ સિંહ રાઠોડ રાખ્યુ હતું, કારણ કે ભારતે પીઓકેમાં કરેલી ઍર સ્ટ્રાઇકમાં મિરાજ લડાકૂ વિમાનોનો ઉપયોગ કર્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article