થોડા દિવસો પહેલા લખીમપુર હિંસા કેસમાં(Lakhimpur Kheri Violence Case) SITએ ચાર્જશીટ દાખલ કરી હતી. 5000 પાનાની આ ચાર્જશીટમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા (Ashish Mishra) ઉર્ફે મોનુ ભૈયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. આશિષ મિશ્રા સહિત 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ગયા વર્ષે 3 ઓક્ટોબરના રોજ આશિષ મિશ્રાના સમર્થકો અને ખેડૂતો (Farmers) વચ્ચેની અથડામણમાં આઠ લોકો માર્યા ગયા હતા. તપાસકર્તાએ આશિષ મિશ્રા સહિત અન્ય આરોપીઓને હત્યાના આરોપી બનાવ્યા છે. ચાર્જશીટ મુજબ સુનિયોજિત કાવતરા હેઠળ વિરોધ કરી રહેલા ખેડૂતોને જીપ અને એસયુવી દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) લખીમપુર કેસમાં હાઈકોર્ટની લખનૌ બેંચમાં(Lucknow Bench) સુનાવણી પૂર્ણ થઈ છે. કોર્ટે મંત્રી અજય મિશ્રા(Ajay Mishra) ટેનીના પુત્ર આશિષ મિશ્રાની જામીન અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો છે. આગામી બે-ત્રણ દિવસમાં કોર્ટ દ્વારા નિર્ણય આવશે. મંત્રીના પુત્ર વતી ગોપાલ ચતુર્વેદી અને સરકાર વતી AAG વિનોદ શાહી હજાર રહ્યા હતા.
Lakhimpur Kheri violence matter | Lucknow Bench of HC reserves its judgement while hearing the bail plea of prime accused Ashish Mishra (in file pic). Hearing in the bail plea matter is complete. Addl Advocate General PK Shahi, appearing for Govt, has opposed Mishra’s bail plea pic.twitter.com/CKju0UngI9
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 18, 2022
આશિષે ઘટનાસ્થળે હાજર હોવાની આપેલી જુબાની
તપાસમાં, એસઆઈટીને 17 વૈજ્ઞાનિક પુરાવા, સાત ભૌતિક પુરાવા અને 24 વીડિયો અને ફોટા એવા મળ્યા, જેનાથી આરોપીઓ સામે કેસ મજબૂત થયો. આ સિવાય 208 લોકોએ જુબાની આપી હતી જેના આધારે SITએ પોતાની ચાર્જશીટ લખી છે. સાક્ષીઓએ SITને જણાવ્યું કે મંત્રીનો પુત્ર આશિષ ઘટનાસ્થળે હાજર હતો. ખેડૂતોની ફરિયાદના આધારે આશિષ મિશ્રા અને તેના સહયોગીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
SUV કારે ચાર ખેડૂતોને કચડી નાખ્યા
લખીમપુર ખેરી હિંસામાં એક ન્યૂઝ ચેનલના રિપોર્ટર રમણ કશ્યપનું મોત થયું હતું. કથિત રીતે બીજેપી સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્રએ પોતાની કાર વડે ચાર ખેડૂતોને કચડી નાખ્યા હતા જે બાદ તેમના મોત થયા હતા. આ પછી ઉશ્કેરાયેલા ખેડૂતોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી અને ચાર લોકોને માર માર્યા. જેમાં રમણ કશ્યપ પણ સામેલ હતો. એક ડ્રાઈવર અને બે ભાજપના કાર્યકરોને પણ ખેડૂતોએ માર માર્યો હતો. આ મામલે પણ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો: