રેલવેમાં મુસાફરી કરનારા તમામ યાત્રીકો માટે ખૂશ ખબર…જો તમારી ટ્રેન છૂટી જાય છે, તો તમને આ નિયમ અનુસાર મળી જશે પૂરતું રિફંડ

|

May 12, 2019 | 4:41 AM

1 એપ્રિલથી PNR સંબંધિત એક નિયમમાં ફેરફાર કરાયો છે, જો તમે ટિકિટ બુક કરાવો છો અને તમારી ટ્રેન છૂટી જાય છે તો તમને તમારી ટિકિટનું પુરુ રિફંડ મળી જશે ભારતીય રેલવે વિભાગ સતત પોતાના પ્રવાસીઓની સુવિધાને સરળ બનાવવાની કોશિશ કરી રહી છે. જો તમે પણ ઉનાળાના વેકેશનમાં બહાર ફરવા માટે જવાના છો અને ટ્રેનની ટિકિટ […]

રેલવેમાં મુસાફરી કરનારા તમામ યાત્રીકો માટે ખૂશ ખબર...જો તમારી ટ્રેન છૂટી જાય છે, તો તમને આ નિયમ અનુસાર મળી જશે પૂરતું રિફંડ

Follow us on

1 એપ્રિલથી PNR સંબંધિત એક નિયમમાં ફેરફાર કરાયો છે, જો તમે ટિકિટ બુક કરાવો છો અને તમારી ટ્રેન છૂટી જાય છે તો તમને તમારી ટિકિટનું પુરુ રિફંડ મળી જશે

ભારતીય રેલવે વિભાગ સતત પોતાના પ્રવાસીઓની સુવિધાને સરળ બનાવવાની કોશિશ કરી રહી છે. જો તમે પણ ઉનાળાના વેકેશનમાં બહાર ફરવા માટે જવાના છો અને ટ્રેનની ટિકિટ બુકિંગ કરાવવાની છે તો આ વાત જાણવી જરૂરી છે. 1 એપ્રિલથી PNR સંબંધિત એક નિયમમાં ફેરફાર કરાયો છે. જો તમે ટિકિટ બુક કરાવો છો અને તમારી ટ્રેન છૂટી જાય છે તો તમને તમારી ટિકિટનું પુરુ રિફંડ મળી જશે. સાથે રિફંડ મેળવવામાં તમને કોઈ મુશ્કેલી નહી પડે. પરંતુ આ ત્યારે જ થશે કે, જો પહેલી ટ્રેન સ્ટેશન પર મોડી પહોંચે અને ત્યાં સુધીમાં બીજી ટ્રેન જતી રહી હોય તો આ નિયમ લાગુ થશે. એટલે તમારે કોઈ જગ્યાએ જવા માટે બે ટ્રેન બદલવી પડે તો તેવા કિસ્સામાં આ નિયમ લાગુ થશે.

આ પણ વાંચોઃ છઠ્ઠા ચરણમાં દિલ્હી સહિત કુલ 7 રાજ્યની 59 બેઠક પર યોજાશે મતદાન, જાણો કયા દિગ્ગજ નેતાઓની કિસ્મત EVM મશિનમાં થશે બંધ

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

PNR સાથે જોડાયેલા નિયમમાં રેલવે વિભાગે એક સર્ક્યુલર જાહેર કર્યું જેમાં મુસાફરના બે PNR એક જ મુસાફરી દરમિયાન સાથે લિંક થઈ શકશે, સાથે મુસાફરોને IRCTC E-TICKET અને PRS કાઉન્ટર ટિકિક એક સાથે આપવામાં આવશે. અત્યાર સુધી બે PNR નંબર એક સાથે જોડાયેલા ન હોવાથી ટ્રેન છૂટી ગયા પછી મુસાફરોને રિફંડ મળતું નહોતું મહત્વનું છે કે નિયમ મુજબ જો બંને ટિકિટ એક બીજા સાથે લિંક હશે તો ટ્રેન છૂટી ગયા બાદ બીજી ટ્રેનનું રિફંડ મળશે પરંતુ પહેલી ટ્રેનનું રિફંડ પ્રાપ્ત નહીં થાય.

TV9 Gujarati

 

બોર્ડિંગના નિયમમાં પણ ફેરફાર કરાયો છે. બોર્ડિંગ સ્ટેશન બદલવાની મંજૂરી નવા નિયમમાં આપવામાં આવી છે. આ કામ મુસાફરોએ ટ્રેન ખુલવાના 4 કલાક પહેલા કરવું પડશે. એટલે કે, ચાર્ટ બન્યા પહેલા જો મુસાફર પોતાનું બોર્ડિંગ સ્ટેશન બદલવા માગે છે તો તે કરી શકે છે. આ નિયમ જનરલ અને તાત્કાલિક રિઝર્વેશનમાં લાગુ થશે. રેલવેની વેબસાઈડ પર આ કામ તમે કરી શકશો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:39 am, Sun, 12 May 19

Next Article