Nupur Sharma Controversy: અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીની ધરપકડ, નૂપુર શર્માની હત્યા કરનારને પોતાનું ઘર-જમીન આપવાની કરી હતી જાહેરાત

અજમેર પોલીસે (Ajmer Police) મોડી રાત્રે કાર્યવાહી કરતા ખાદીમ સલમાન ચિશ્તીની ધરપકડ કરી હતી. ધમકીનો વીડિયો વાયરલ થયા બાદ તે અજમેરથી ફરાર થઈ ગયો હતો.

Nupur Sharma Controversy:  અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીની ધરપકડ, નૂપુર શર્માની હત્યા કરનારને પોતાનું ઘર-જમીન આપવાની કરી હતી જાહેરાત
Ajmer police arrest Salman Chishti
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 8:13 AM

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને (Nupur Sharma) જાનથી મારી નાખવાની ધમકી આપનાર ખાદિમ સલમાન ચિશ્તીની (Khadim Salman Chishti) અજમેર પોલીસે ધરપકડ કરી છે. અજમેર પોલીસે (Ajmer Police) મોડી રાત્રે આ કાર્યવાહી કરી છે. ધમકીનો વીડિયો વાયરલ થયા બાદ સલમાન ચિશ્તી ફરાર થઈ ગયો હતો. દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ બે મિનિટ અને પચાસ સેકન્ડના વીડિયોમાં ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને મારી નાખવાની ધમકી આપી હતી. વીડિયોમાં તે કહી રહ્યો છે કે ‘સમય સરખો નથી, નહીં તો તે બોલતો નથી, મને જન્મ આપનાર મારી માતાના સોગંદ, મેં તેને જાહેરમાં ગોળી મારી દીધી હોત, હું મારા બાળકોની કસમ, મેં તેને ગોળી મારી હોત અને આજે પણ હું છાતી ઠોકીને કહું છું, જે કોઈ નૂપુર શર્માનું ગળું લાવશે, તેને હું મારું ઘર આપીશ અને હું રસ્તામાં નીકળી જઈશ.

રાજસ્થાનની અજમેર પોલીસે અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીની મંગળવારે રાત્રે નૂપુર શર્મા વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપવાના આરોપમાં ધરપકડ કરી છે. સલમાન ચિશ્તીએ સોશિયલ મીડિયા પર નૂપુર શર્મા વિરુદ્ધ ભડકાઉ પોસ્ટ અપલોડ કરી હતી. આરોપી સલમાને નૂપુર શર્માની હત્યા કરનાર વ્યક્તિને પોતાનું ઘર જમીન આપવાની વાત કરી હતી અને નશાની હાલતમાં ઘણી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. આ સંદર્ભે, અજમેર દરગાહ પોલીસ સ્ટેશને કેસ નોંધાયો હતો. આ કેસમાં પોલીસે ત્રણ ટીમો બનાવી અને આરોપી સલમાન ચિશ્તીના ઘરની સાથે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું. જે બાદ મંગળવારે પોલીસે તેમની તપાસ ઝડપી બનાવી હતી. ત્યારબાદ આરોપી સલમાન ચિશ્તીની ખાદિમ મોહલ્લામાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">