
મહારાષ્ટ્રના DyCM અને NCPના વડા અજિત પવારનું નિધન થયું છે. ન્યુઝ એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે. વિમાન ક્રેશમાં અજિત પવારનું મૃત્યું થયું છે. પ્લેન જ્યારે બારામતીમાં લેન્ડ કરી રહ્યું હતુ. આ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.મહારાષ્ટ્રની રાજનીતિના દિગ્ગજ અજિત પવાર છેલ્લા 13 વર્ષમાં પાંચ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તે મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
ડિસેમ્બર 2024થી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં એકનાથ શિંદેની સાથે મહારાષ્ટ્રના 8માં નાયબ મુખ્યમંત્રીના રુપમાં કાર્યરત રહ્યા.
અજિત અનંતરાવ પવારનો જન્મ 22 જુલાઈ 1959ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં થયો હતો. તે એનસીપી પ્રમુખ શરદ પવારનો મોટો ભાઈ અનંતરાવ પવારનો દીકરો છે. તેના પિતા વી.શાંતારામના રાજકમલ સ્ટુડિયોમાં કામ કરતા હતા. અજિત પવારે તેના કાકા શરદ પવારના રાજકીય પગલા પર ચાલી રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. લોકો અને સમર્થકો વચ્ચે તે દાદાના નામથી લોકપ્રિય છે. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ દેઓલી પ્રવરમાંથી પૂર્ણ કર્યું છે.
અજિત પવારને એક મજબૂત સંગઠક અને વહીવટી અનુભવ ધરાવતા નેતા તરીકે જોવામાં આવે છે. જ્યારે તેમના અને તેમના કાકા શરદ પવાર વચ્ચે રાજકીય મતભેદોની ચર્ચા થતી રહી છે, ત્યારે તેમણે હંમેશા પોતાને શરદ પવારના અનુયાયી તરીકે વર્ણવ્યા છે. આજે અજિત પવાર મહારાષ્ટ્રના રાજકીય પરિદૃશ્યમાં સૌથી અગ્રણી વ્યક્તિઓમાંના એક ચહેરામાં સામેલ હતા, અને રાજ્યના રાજકારણમાં તેમની ભૂમિકા નિર્ણાયક માનવામાં આવે છે.