
મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ રસ્તા વચ્ચેથી પરત ફરી રહી હોવાના અહેવાલ છે. Flightradar24 અનુસાર, આજે સવારે મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-129 મુંબઈ પરત ફરી હતી.
આ ફ્લાઈટ રસ્તા વચ્ચેથી કેમ પરત ફરી રહી છે તેની કોઈ માહિતી નથી. તમને જણાવી દઈએ કે અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ગુરુવારે ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ પ્લેન ક્રેશમાં 241 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ત્યારે આજે એર ઈન્ડિયાની આ ફ્લાઈટની સાથે અન્ય 16 ફ્લાઈટ ડાઈવર્ટ કરવામાં આવી છે.
એર ઇન્ડિયાએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી છે. એરલાઇન્સ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે મુસાફરોને અસુવિધાથી બચાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. તેમના રોકાણ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે ગુરુવારે, એર ઇન્ડિયાએ અમદાવાદથી લંડન માટે ઉડાન ભરતાની સાથે જ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક મેઘનાની નગરમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. બોઇંગ 787 ડ્રીમલાઇનર (AI171) કુલ 242 લોકો સાથે લંડન જઈ રહ્યું હતું. આ વિમાન લગભગ 11 વર્ષ જૂનું હતું. આ અકસ્માતમાં, વિમાનમાં સવાર એક વ્યક્તિ બચી ગયો જ્યારે વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા. તે જ સમયે, મેડિકલ કોલેજ કેમ્પસમાં જ્યાં આ વિમાન ક્રેશ થયું ત્યાં ઘણી તબાહી થઈ હતી.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 9:37 am, Fri, 13 June 25