ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સ્થિતિ અંગે એરફોર્સે જાહેર કર્યુ હેલ્થ અપડેટ

|

Dec 14, 2021 | 7:07 PM

Group Captain Varun Singh: સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું અત્યાર સુધીમાં ત્રણ વખત ઓપરેશન કરવામાં આવ્યું છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના પિતા કર્નલ (નિવૃત્ત) કેપી સિંહ પણ બેંગલુરુ પહોંચી ગયા છે.

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સ્થિતિ અંગે એરફોર્સે જાહેર કર્યુ હેલ્થ અપડેટ
Group captain Varun Singh

Follow us on

ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ (Group Captain Varun Singh )એક માત્ર એવા વ્યક્તિ છે જે તામિલનાડુમાં 8મી ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter crash) બચી ગયા હતા. તેમની બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં (Command Hospital) સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં CDS જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat) અને અન્ય 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા

તમિલનાડુમાં 8 ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત છે. તેમની બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં CDS જનરલ બિપિન રાવત અને અન્ય 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાના અધિકારી ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હાલત નાજુક છે પરંતુ તેમની હાલત સ્થિર છે. તે બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેમના સ્વાસ્થ્ય માટે દેશભરમાં પ્રાર્થનાઓ ચાલી રહી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહના પિતા કર્નલ (નિવૃત્ત) કેપી સિંહ સાથે ફોન પર વાત કરી હતી.

સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું અત્યાર સુધીમાં ત્રણ વખત ઓપરેશન કરવામાં આવ્યું છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના પિતા કર્નલ (નિવૃત્ત) કેપી સિંહ પણ બેંગલુરુ પહોંચી ગયા છે. પિતા કર્નલ કેપી સિંહ સેનામાંથી નિવૃત્ત છે. તે યુપીના દેવરિયાનો વતની છે. તેણે મધ્યપ્રદેશના ભોપાલમાં પોતાનું ઘર બનાવ્યું છે. તેઓ ત્યાં પત્ની ઉમા સિંહ સાથે રહે છે, જ્યારે વરુણ સિંહનો ભાઈ તનુજ સિંહ નેવીમાં છે. હાલમાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ તમિલનાડુના વેલિંગ્ટનમાં પોસ્ટેડ છે. વરુણ સિંહના પરિવારમાં પત્ની ગીતાંજલિ અને પુત્ર રિદ્ધિમાન અને પુત્રી આરાધ્યા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગ્રુપ કેપ્ટનને શૌર્ય પદથી સન્માનિત કરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રુપ કેપ્ટન વરુણ ખૂબ જ અનુભવી પાયલટ છે. તેમને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. શાંતિના સમયમાં આપવામાં આવેલો આ સૌથી મોટો મેડલ છે. આ મેડલ તેમને એલસીએ તેજસની ઉડાન દરમિયાન આવી પડેલી કટોકટીની પરિસ્થિતિમાં સાવચેતીપૂર્વક અને સુરક્ષિત રીતે બચાવવા બદલ આપવામાં આવ્યો હતો. તે 12 ઓક્ટોબર 2020ના રોજ તેજસની ફ્લાઈટમાં હતો. આ પ્લેન તે એકલા જ ઉડાવી રહ્યા હતા. ત્યારે આ પ્લેનમાં ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી. કોકપીટ પ્રેશર સિસ્ટમની નિષ્ફળતાને કારણે પરિસ્થિતિ સતત વણસી રહી હતી. તેણે વિલંબ કર્યા વિના પરિસ્થિતિને સંભાળી એટલું જ નહીં યોગ્ય નિર્ણય પણ લીધો.

આ પણ વાંચોઃ

વુહાન લેબમાંથી કોરોના લીક થવાની વાતો હવે કેમ સાચી લાગવા લાગી છે? એક્સપર્ટે કહ્યું- તાઇવાનમાં સામે આવેલા કેસથી શંકા વધી

આ પણ વાંચોઃ

Omicron Variant: દિલ્હી-મુંબઈ સહિત આ 6 શહેરમાંથી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોને RTPCR ટેસ્ટનું પ્રી બુકિંગ કરાવવુ જરૂરી, કેન્દ્ર સરકારનો નિર્ણય

Next Article