અગસ્તા વેસ્ટલેન્ડ (Augusta Westland) વીવીઆઈપી હેલિકોપ્ટર કેસમાં ભૂતપૂર્વ CAG અને સંરક્ષણ સચિવ શશીકાંત શર્મા (Shashi Kant Sharma) અને 4 નિવૃત્ત એરફોર્સ અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ અંગે કોર્ટે સંજ્ઞાન લીધું અને આરોપીઓ સામે સમન્સ જાહેર કર્યા છે. દરેક વ્યક્તિએ 28 એપ્રિલે કોર્ટમાં હાજર થવાનું છે. શશિકાંત શર્મા સામે કેસ ચલાવવા માટે સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈએ રૂ. 3,600 કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદામાં કથિત ભ્રષ્ટાચાર માટે શર્મા સામે કાર્યવાહી કરવાની મંજૂરી માંગી હતી. અગાઉ, સુનાવણી 28 માર્ચે થવાની હતી.
તે જ સમયે આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ જેમ્સની જામીન અરજી ફગાવી દીધી હતી. જેમ્સને ડિસેમ્બર 2018માં દુબઈથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો અને બાદમાં બે તપાસ એજન્સીઓએ તેની ધરપકડ કરી હતી. 3,600 કરોડનું કથિત કૌભાંડ અગસ્તા વેસ્ટલેન્ડથી 12 વીવીઆઈપી હેલિકોપ્ટરની ખરીદી સાથે સંબંધિત છે.
CBI અને ED દ્વારા નોંધાયેલા કેસોમાં તેમની મુક્તિની વિનંતી કરતાં ક્રિશ્ચિયન મિશેલ જેમ્સે કહ્યું હતું કે તપાસના હેતુ માટે તેમની જરૂર નથી અને તપાસમાં સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી. અરજીઓમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આરોપીએ ક્યારેય કાયદાની પ્રક્રિયાથી બચવાનો પ્રયાસ કર્યો નથી અને તેને વધુ કસ્ટડીમાં રાખીને કોઈ હેતુ પૂરો કરવામાં આવશે નહીં. CBI અને ED બંનેએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે પૂર્વ એરફોર્સ ચીફ એસપી ત્યાગી સહિત 13 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જે બેઠકમાં હેલિકોપ્ટરની કિંમત નક્કી કરવામાં આવી હતી, તેમાં યુપીએ સરકારના કેટલાક મંત્રીઓ પણ હાજર હતા. જેના કારણે કોંગ્રેસ પર પણ સવાલો ઉઠ્યા હતા. આ મામલો ઈટાલીની કોર્ટમાં પણ ગયો હતો. જ્યાં કોર્ટે ઈટાલીની હેલિકોપ્ટર કંપનીના બે ઉચ્ચ અધિકારીઓને સજા સંભળાવી હતી. આ કૌભાંડ દલાલી અને લાંચના કારણે ચર્ચામાં આવ્યુ હતુ.
એપ્રિલ 2014માં ઈટાલીની કોર્ટમાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. કોર્ટે ચુકાદામાં કહ્યું કે અગસ્તા સોદામાં ગોટાળા થયા છે. કોર્ટે ફિનમેકેનિકા કંપનીને દોષિત ગણાવી હતી. ફિનમેકેનિકાની પેટાકંપની અગસ્તા વેસ્ટલેન્ડના ભૂતપૂર્વ સીઈઓ બ્રુનો સ્પેગ્નોલિનીને સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં કંપનીના અન્ય એક અધિકારી ઓરસીને પણ સજા ફટકારી હતી.
આ પણ વાંચો: રોપ વે તુટતા એક મહિલાનુ મૃત્યું, 60 પ્રવાસીઓ અધ્ધર લટકી રહ્યાં, એરફોર્સના હેલિકોપ્ટરથી કરાયો બચાવ
આ પણ વાંચો: Sabarkantha: શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ હિંમતનગરમાં અજંપાભરી શાંતિ, કલમ 144 લાગુ કરી દેવાઈ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો