Farm Laws Withdrawn : સાંસદ રાકેશ સિન્હાએ PM મોદીને ગણાવ્યા ભગવાન, કહ્યું ‘રામની જેમ લોકહિતમાં લીધો આ નિર્ણય’

|

Nov 19, 2021 | 2:02 PM

પ્રધાનમંત્રી મોદીના કૃષિ કાયદાને પરત ખેંચવાના નિર્ણય બાદ રાકેશ સિન્હાએ કહ્યું કે, ભગવાન રામે જે પ્રકારનો લોકહિતમાં નિર્ણય લીધો હતો તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણય લીધો છે.

Farm Laws Withdrawn : સાંસદ રાકેશ સિન્હાએ PM મોદીને ગણાવ્યા ભગવાન, કહ્યું રામની જેમ લોકહિતમાં લીધો આ નિર્ણય
PM Narendra Modi (File Photo)

Follow us on

Farm Laws Withdrawn : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓ (Farm Laws) પાછા ખેંચવાની જાહેરાત બાદ સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને પોત પોતાના સ્તરે આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે આ નિર્ણયને લઈને રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હાએ (Rakesh Sinha) વડાપ્રધાન મોદીની તુલના ભગવાન રામ સાથે કરી છે.

લોકશાહીમાં ઘમંડ અને કટ્ટરતાને કોઈ સ્થાન નથી

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

કૃષિ કાયદાને પાછો ખેંચવાના નિર્ણય બાદ રાકેશ સિન્હાએ કહ્યું હતું કે, ભગવાન રામે જે પ્રકારનો લોકહિતમાં નિર્ણય લીધો હતો તેવી જ રીતે વડાપ્રધાને (PM Narendra Modi) આ નિર્ણય લીધો છે. વધુમાં તેમણે કહ્યું કે, કોઈપણ કાયદાને પાછો ખેંચવાથી તેની કોઈ નબળાઈ સાબિત થતી નથી, લોકશાહીમાં ઘમંડ અને કટ્ટરતાને કોઈ સ્થાન નથી.

રાકેશ સિન્હાએ વધુમાં કહ્યું કે, ગુરુ નાનકના પ્રકાશના પર્વ પર આ નિર્ણયથી ખેડૂતોને ભેટ આપવામાં આવી છે. હવે આંદોલનમાં સામેલ તમામ ખેડૂતો ખુશીથી પોતાના ઘરે જશે અને પોતાનું કામ શરૂ કરશે. આ સાથે રાકેશ સિન્હાએ ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર પણ નિશાન સાધતા કહ્યું કે, ટિકૈત લક્ષ્મણ રેખાને પાર કરી રહ્યા છે. તે ન તો ખેડૂત છે કે ન તો ખેડૂત નેતા, તે માત્ર એક કઠપૂતળી છે જેનું કામ બીજાની સૂચના પર નાચવાનું છે.

આંદોલનકારી ખેડૂતોએ સ્થિર મનથી વિચારવું જોઈએ: રાકેશ સિન્હા

પીએમ મોદીની જાહેરાત બાદ રાકેશ સિન્હાએ ટ્વીટ કર્યું કે, કૃષિ કાયદો પાછો આવી ગયો છે પરંતુ આંદોલનકારી ખેડૂતોએ સ્થિર મન અને દિમાગથી આત્મમંથન કરવું જોઈએ.

ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવામાં આવશે: પ્રધાનમંત્રી મોદી

આજે સવારે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, ‘અમુક ખેડુતો આ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે,તેથી અમે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ મહિનાના અંતમાં શરૂ થતા સંસદના સત્રમાં અમે આ ત્રણ કૃષિ કાયદાઓને પરત ખેંચવાની બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરીશું.

વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે જ સરકારે કૃષિ ક્ષેત્રને લગતો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઝીરો બજેટ ફાર્મિંગ (Zero Budget Farming) એટલે કે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે, દેશની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, પાકની પદ્ધતિમાં વૈજ્ઞાનિક રીતે ફેરફાર કરવા, MSPને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા, આવા તમામ વિષયો પર ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા માટે, એક સમિતિની રચના કરવામાં આવશે. જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ અર્થશાસ્ત્રીઓના પ્રતિનિધિઓ હશે.

 

આ પણ વાંચો: Farm Laws Withdrawn: MSP માટે શું રોડમેપ છે ? કૃષિ કાયદા પરત લેવા પર કોંગ્રેસના પીએમ મોદીને 5 સવાલ

આ પણ વાંચો: Punjab Election 2022 : ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચાતા પંજાબના રાજકારણમાં ઉથલપાથલના એંધાણ !, કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અમરિંદર સિંહ જોડાશે ભાજપમાં ?

Next Article