લોકડાઉન બાદ સરકાર કરી શકે છે પ્રોત્સાહન પેકેજની ઘોષણા, જાણો કોને મળી શકે છે લાભ

|

May 27, 2021 | 12:20 PM

બ્રોકરેજ કંપની બર્નસ્ટીને (Bernstein) એક નિવેદનમાં કહ્યું છે કે લોકડાઉનથી સૌથી વધુ અસરગ્રસ્ત નાના ઉદ્યોગો અને સ્વરોજગાર માટે સરકાર પેકેજ લાવી શકે એમ છે.

લોકડાઉન બાદ સરકાર કરી શકે છે પ્રોત્સાહન પેકેજની ઘોષણા, જાણો કોને મળી શકે છે લાભ
PM Modi (File Image)

Follow us on

કોરોના મહામારીના (COVID-19 Pandemic) કારણે દરેક વર્ગના લોકો પર ઘણી અસર પડી છે. ઘણા લોકોએ આ મહામારીમાં સ્વાજન ગુમાવ્યા છે. તો ઘણા લોકો આર્થિક તંગીથી પસાર થઇ રહ્યા છે. ઘણા રાજ્યોમાં લાગેલા લોકડાઉન અને અનેક પ્રતિબંધોથી નાના મોટા દરેક લોકોના કામ-ઘંધા અને આવક પર અસર પડી છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પણ આ બાબતને લઈને ચિંતિત છે. પરંતુ આર્થિક તંગીની આ ચિંતા વચ્ચે એવા અહેવાલ આવ્યા છે કે લોકડાઉનમાં છૂટછાટ બાદ સરકાર પ્રોત્સાહન પેકેજની (Stimulus Package) ઘોષણા કરી શકે એમ છે.

નાના ઉદ્યોગો માટે આવી શકે છે પેકેજ

બ્રોકરેજ કંપની બર્નસ્ટીને (Bernstein) એક નિવેદનમાં કહ્યું છે કે તેનું મેક્રો ઇકોનોમિક ઇન્ડેક્સ એપ્રિલ અને મે દરમિયાન આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડો થવાના સંકેતો બતાવી રહ્યું છે. લોકડાઉનથી સૌથી વધુ અસરગ્રસ્ત નાના ઉદ્યોગો અને સ્વરોજગાર માટે સરકાર પેકેજ લાવી શકે એમ છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

બ્રોકરેજ કંપનીએ જણાવ્યું હતું કે મે મહિનામાં વીજ વપરાશમાં 4 ટકાનો ઘટાડો અને બળતણ વપરાશમાં 16 ટકાનો ઘટાડો થયો છે. ઇ-વે બિલમાં 16 ટકાનો ઘટાડો છે. નાની દુકાન બંધ થવાને કારણે કેટલાક કેટેગરીના કારખાનાઓના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે.

લોકડાઉન બાદ થઇ શકે છે પેકેજની જાહેરાત

બ્રોકરેજ કંપનીએ કહ્યું કે નાની દુકાનો બંધ હોવાના કારણે ઉત્પાદન પણ સીમિત થઇ રહ્યું છે. માંગ અને પુરવઠાને લઈને એટલી તકલીફ નથી થઇ કેમ કે મોટાભાગના રાજ્યોમાં કારખાના ચાલુ રાખવા પર પ્રતિબંધ નથી.

કંપનીએ કહ્યું હતું કે અમારું માનવું છે કે જો લોકડાઉન દુર થયા બાદ તો સરકાર બીજા પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી શકે છે. કોરોનાને કારણે MSME ક્ષેત્ર અને સ્વ રોજગારી સૌથી વધુ પ્રભાવિત થઈ છે. નીચલા મધ્યમ વર્ગને અસર થઈ છે, પરંતુ આ વખતે ઉચ્ચ-મધ્યમ વર્ગમાં ઉપભોક્તાની ભાવના નબળી હોઈ શકે છે અને આ પાસા પર ધ્યાન આપવાની જરૂર છે.

મેક્રો ઇકોનોમિક સ્તરે હાલત ખરાબ

બર્નસ્ટીને કહ્યું કે આપણે આ વખતે જે જોઇ રહ્યા છીએ, તેમાં અર્થતંત્ર માટે આઘાતજનક કંઈ નથી. મેક્રો ઇકોનોમિક મોરચા પર પરિસ્થિતિ થોડી કથળી રહી છે પરંતુ ગયા વર્ષે કરતા ઓછી ગતિએ. આ વખતે પણ અર્થતંત્ર થોડા મહિના માટે ધીમું થઈ શકે છે, કારણ કે ગયા વર્ષે પણ લોકડાઉન હટાવ્યા પછી થોડા મહિના માટે અર્થતંત્ર પર તેની અસર જોવા મળી હતી.

 

આ પણ વાંચો: “શું આપણે સરકારને યોગ્ય સવાલ પૂછ્યા?”, કંગનાએ કઈ બાબતને લઈને ગુજરાત સરકારને કરી અપીલ?

Next Article