
4 New Labor Laws in India : 21 નવેમ્બર, 2025 થી, ભારતના ચાર નવા લેબર કોડ્સ દેશભરમાં લાગુ થયા છે. નવા લેબર કોડ્સને પગલે, તમારી આગામી મહિનાની પેસ્લિપ અલગ દેખાઈ શકે છે, અને તમારા ઓફિસનું સમયપત્રક પણ બદલાઈ શકે છે. આવા સંજોગોમાં પ્રશ્ન એ છે કે શું તમને તમારી કંપનીની નવી પેસ્લિપ અને નવું સમય પત્રક જોવા મળશે ? આમા તમારે એ જાણવું જરૂરી છે કે, નવા લેબલ કાયદાને કારણે તમારા માટે શું સારું થયું છે. આ નવા નિયમો તમારા મૂળ પગાર, પીએફ, ગ્રેચ્યુટી, કામના કલાકો અને રસ્તામાં થતા અકસ્માતોને પણ અસર કરશે.
મૂળભૂત પગાર કૂલ પગારના ઓછામાં ઓછો 50 ટકા હશે. તે હવે તમારા કુલ પગાર (CTC) નો અડધો ભાગ મૂળભૂત પગાર તરીકે હશે. આમાં (મૂળભૂત + DA + રીટેનિંગ ભથ્થું) સામેલ હશે. પહેલાં, કંપનીઓ પગારમાં મૂળભૂત પગાર કતા વધુ ભથ્થાં ચૂકવતી હતી. હવે આવું નહીં રહે. નવા કાયદાથી તમને ફાયદો થશે. પીએફ વધુ કપાતા, તમારી નિવૃત્તિની આવકમાં વધારો થશે. ગ્રેચ્યુટી પણ વધુ થશે. જો કંપની ગારમાં વધારો નહીં કરે, તો તમારો ઇન-હેન્ડ પગાર થોડો ઓછો થશે.
આઇટી, મેન્યુફેક્ચરિંગ, મીડિયા અને લોજિસ્ટિક્સમાં મોટાભાગના લોકો કોન્ટ્રાક્ટ પર છે. પહેલાં, ગ્રેચ્યુટી ફક્ત પાંચ વર્ષ પૂર્ણ કર્યા પછી જ મળતી હતી. હવે, તે ફક્ત એક વર્ષમાં ઉપલબ્ધ થશે. આ એક મોટો ફાયદો નવા લેબલ લો ના અમલ બાદ મળતો થશે.
હવે, લઘુત્તમ વેતન કાયદો દરેક જગ્યાએ લાગુ થશે, પહેલા ફક્ત થોડા ઉદ્યોગોમાં જ લાગુ થતો હતો. કેન્દ્ર સરકાર એક પગારનું સ્તર નક્કી કરશે. કોઈપણ કંપની કે રાજ્ય તેનાથી ઓછો પગાર આપી શકશે નહીં. આનાથી રિટેલ, બાંધકામ અને નાના કારખાનાઓમાં કામ કરતા લોકોને ઘણો ફાયદો થશે.
દિવસમાં 8 કલાક અને અઠવાડિયામાં 48 કલાક કામ કરવાની સમય મર્યાદા યથાવત છે. જોકે, ઉપયોગમાં લેવાતા કલાકો વધુ લવચીક બન્યા છે. જો રાજ્ય સરકાર ઈચ્છે, તો તે 4 દિવસ કામ અને 3 દિવસની રજાનો નિયમ રજૂ કરી શકે છે. આ 4 દિવસમાં 12 કલાક, અથવા 5 દિવસમાં 9.30 કલાક, અથવા 6 દિવસમાં 8 કલાકનો પણ સમયગાળો હોઈ શકે છે.
નવા લેબલ કાયદાએ રસ્તો આસાન કર્યો છે. હવે, તે રાજ્ય અને કંપની પર આધાર રાખે છે. તમારે ઓવરટાઇમ કામ કરવા તૈયાર રહેવું જોઈએ. તમને બમણો પગાર મળશે. પહેલાં, પ્રતિ ક્વાર્ટર 75 કલાકની કડક સમય મર્યાદા હતી. હવે, કંપનીઓ ઊંચી મર્યાદા નક્કી કરી શકે છે, જે વધારાના પૈસા કમાવવા માંગતા લોકો માટે ફાયદાકારક છે.
નવા કાયદામાં બે બાબતોની કોઈ ખાસ નોંધ લેતા નથી, પરંતુ તે તમારા ગજવા અને સલામતીને અસર જરૂરથી કરશે. જો કામ પર જતી વખતે અકસ્માત થાય છે, તો તેને કાર્ય સંબંધિત અકસ્માત ગણવામાં આવશે. હવે, ચોક્કસ પરિસ્થિતિઓમાં, માર્ગ અકસ્માતો પણ વળતર અને ESI (કર્મચારીઓનો રાજ્ય વીમો) લાભો મેળવી શકે છે. પહેલાં, ESI ફક્ત અમુક ચોક્કસ વિસ્તારોમાં જ ઉપલબ્ધ હતું. હવે, તે સમગ્ર ભારતમાં લાગુ કરી શકાય છે. કવરેજ નાના એકમો અને જોખમી કાર્યક્ષેત્રોમાં પણ ઉપલબ્ધ થશે.
દેશ વિદેશના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો