અજીબ કિસ્સો: કેરળમાં ગર્ભવતી બન્યા બાદ 17 વર્ષની છોકરીએ યુ ટ્યુબ પર વીડિયો જોઈ બાળકને આપ્યો જન્મ!

|

Oct 28, 2021 | 8:08 PM

બાળકીને તેની ગર્ભાવસ્થા દરમિયાન બે હોસ્પિટલોમાંથી તબીબી સહાય મળી હતી. CWC તપાસ કરશે કે શું આ હોસ્પિટલોમાં કોઈ ક્ષતિ હતી. તેઓએ જણાવ્યું હતું કે છોકરી અને પુરુષ બંને ઘણા સમયથી પ્રેમમાં હતા

અજીબ કિસ્સો: કેરળમાં ગર્ભવતી બન્યા બાદ 17 વર્ષની છોકરીએ યુ ટ્યુબ પર વીડિયો જોઈ બાળકને આપ્યો જન્મ!

Follow us on

કેરળમાં (Kerala) એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ગર્ભવતી (Pregnant) બન્યા બાદ 17 વર્ષની છોકરીએ તેના ઘરમાં જ જાતે યુ ટ્યુબ પર વીડિયો જોઈને તેની મદદથી બાળકને જન્મ આપ્યો હતો. જોકે બાદમાં ચેપ લાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા આખી હકીકત બહાર આવી હતી. 

 

કેરળના મલપ્પુરમ જિલ્લામાં એક 17 વર્ષની છોકરી જે તેના પ્રેમી દ્વારા કથિત રીતે ગર્ભવતી થઈ હતી, તેણે પોતાના ઘરે જ યુટ્યુબ વીડિયોની મદદથી બાળકને જન્મ આપ્યો. પોલીસના જણાવ્યા અનુસાર યુવતીએ 20 ઓક્ટોબરના રોજ એક માર્ગદર્શક તરીકે યુટ્યુબ વીડિયોનો ઉપયોગ કરીને બાળકને જન્મ આપ્યો હતો અને નાળ કાપી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન બાળકીને કોઈ બહારની મદદ મળી ન હતી. પોલીસે જણાવ્યું હતું કે, માતા અને બાળક બંને હાલમાં સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ છે અને માતા બાળક બંનેની સ્થિતિ સારી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

તેઓએ જણાવ્યું હતું કે 21 વર્ષીય પુરુષ જેણે આ છોકરીને ગર્ભવતી બનાવી હતી, તેની પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ અને IPC કલમ 376 (બળાત્કાર)ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બાળકના રડવાનો અવાજ સાંભળીને તેના માતા-પિતાને 22 ઓક્ટોબરે આ ઘટનાની જાણ થઈ. બાળકીને જન્મ આપનારી છોકરીને ચેપ લાગ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવી પડી. ત્યારે જ આ સમાચારની જાણ થતાં હોસ્પિટલ સત્તાવાળાઓએ પોલીસને જાણ કરી હતી.

 

પોલીસે જણાવ્યું હતું કે છોકરી તેણીની પ્રેગ્નેન્સીને તેની દૃષ્ટિહીન માતા અને પિતાથી છુપાવવામાં સફળ રહી હતી, જેઓ રાત્રિના ચોકીદાર તરીકે કામ કરે છે. બાળ કલ્યાણ સમિતિના જણાવ્યા અનુસાર બાળકીને તેની ગર્ભાવસ્થા દરમિયાન બે હોસ્પિટલોમાંથી તબીબી સહાય મળી હતી. CWC તપાસ કરશે કે શું આ હોસ્પિટલોમાં કોઈ ક્ષતિ હતી. તેઓએ જણાવ્યું હતું કે છોકરી અને પુરુષ બંને ઘણા સમયથી પ્રેમમાં હતા અને બંનેના પરિવારો 18 વર્ષની કાયદેસર રીતે અનુમતિપાત્ર ઉંમરે પહોંચ્યા પછી તેમના લગ્નની યોજના બનાવી રહ્યા હતા.

 

 

બાળકી અને તેના બાળકની હોસ્પિટલમાં પુરૂષના પરિવારના સભ્યો હાજરી આપી રહ્યા છે, પરંતુ પોલીસે તેને બળાત્કારનો કેસ ગણાવ્યો છે કારણ કે તે માત્ર 17 વર્ષની છે. તેણીને બે ભાઈ-બહેન છે. જ્યારે તેની મોટી બહેન પરિણીત છે અને તેના પતિ સાથે રહે છે, જ્યારે નાની બહેન એક અનાથાશ્રમમાં રહે છે, તેવું પોલીસે જણાવ્યું હતું.

 

આ પણ વાંચો: ન્યાય માટે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર મેદાને, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી ન્યાયની માગ કરી

 

આ પણ વાંચો: સમીર વાનખેડે બેવડી તપાસમાં ફસાયા, જાણો કઈ ફરિયાદના આધારે વાનખેડે પર સકંજો કસાઈ શકે ?

Next Article