જાતીય શોષણના આરોપીને સ્પેલિંગ મિસ્ટેક કારણે કોર્ટે નિર્દોષ જાહેર કર્યો, હાઈ કોર્ટે બદલ્યો નિર્ણય

|

Jul 17, 2021 | 5:18 PM

આ કેસ 2007નો છે જ્યારે મહિલા તેની બે વર્ષ અને નવ મહિનાની પુત્રીને પાડોશીના વિશ્વાસ પર છોડી બજારમાં ગઈ હતી. જે બાદ પાડોશીએ તે બાળકીનું યૌન શોષણ કર્યું હતું.

જાતીય શોષણના આરોપીને સ્પેલિંગ મિસ્ટેક કારણે કોર્ટે નિર્દોષ જાહેર કર્યો, હાઈ કોર્ટે બદલ્યો નિર્ણય
ફાઈલ ફોટો

Follow us on

તમિલનાડુની મદ્રાસ હાઈકોર્ટે પોક્સો કાયદાના કેસમાં નીચલી અદાલતના નિર્ણયને બદલાવ્યો છે. એક મહિલાએ તેની બે વર્ષની પુત્રીના યૌન શોષણના આરોપીને નિર્દોષ છોડાવવા સામે મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેના પર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. નીચલી અદાલતમાં સ્પેલિંગ મિસ્ટેક હોવાના કારણે આરોપી નિર્દોષ છુટી ગયો હતો.

ખરેખર આ કિસ્સો વર્ષ 2007 નો છે. જ્યારે મહિલા તેની બે વર્ષ અને નવ મહિનાની પુત્રીને પાડોશીના વિશ્વાસ પર છોડી બજારમાં ગઈ હતી. જે બાદ પાડોશીએ તે બાળકીનું યૌન શોષણ કર્યું હતું. મહિલાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે પડોશી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. જ્યારે સુનાવણી દરમિયાન સ્પેલિંગ મિસ્ટેક હોવાને કારણે નીચલી અદાલતે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યો હતો.

એક એહેવાલ પ્રમાણ 2 જુલાઈની સુનાવણીમાં મદ્રાસ હાઇકોર્ટે આ નિર્ણયને બદલાવ્યો છે. હાઈકોર્ટના આદેશથી સ્પષ્ટ છે કે, ટ્રાયલ કોર્ટમાં આરોપીના વકીલે સુનાવણી દરમિયાન થયેલી જોડણીની ભૂલનો લાભ લઈ આરોપીને નિર્દોષ જાહેર કરાયો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહત્વનું છે કે, કેસ નોંધાવતી વખતે જ્યારે મહિલાનું નિવેદન નોંધવામાં આવી રહ્યું હતું ત્યારે અંગ્રેજીમાં ‘સીમેન’ શબ્દ તમિળ ભાષામાં ‘સેમેન’ તરીકે લખાયો હતો. બચાવ પક્ષના વકીલે આ ભૂલનો લાભ લીધો. તેની દલીલમાં વકીલે કહ્યું હતું કે, પુરાવામાં બાળકીની માતાએ ‘સેમન કલર’ નો ઉલ્લેખ કર્યો છે. જેનો અર્થ લાલ રંગની માટી છે. તેણે દલીલ કરી હતી કે છોકરીની માંગમાં કહેવામાં આવ્યું હતું કે છોકરીના અન્ડરગર્મેન્ટમાં ‘સેમેન’ અથવા ‘લાલ માટી’ છે. જે બાદ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.

માતા દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી કરતા ન્યાયાધીશ પી વેલમુરુગને કહ્યું કે, મહિલાએ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવતા કહ્યું હતું કે, તેની પુત્રીના ખાનગી ભાગોમાં સફેદ રંગનું પ્રવાહી હતું. જેનો પછી ખોટા અર્થઘટન કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેનો નિર્ણય કોઈ પણ વિચાર કર્યા વગર આપ્યો હતો.

 

આ પણ વાંચો: Zareen Khanની માતાની તબિયત બગડી, અભિનેત્રીએ ચાહકોને કહ્યું- તેમના માટે પ્રાર્થના કરો

Next Article