Aadhar-PAN Link Date: આધાર સાથે PAN લિન્ક કરવાની ડેડલાઇન 6 મહિના વધારતી સરકાર, હવે 31 માર્ચ 2022 છેલ્લી તારીખ

|

Sep 18, 2021 | 7:03 AM

કોવિડ -19 રોગચાળાને કારણે વિવિધ હિસ્સેદારો દ્વારા સામનો કરવામાં આવી રહેલી મુશ્કેલીને દૂર કરવા માટે સમયમર્યાદા વધારી દેવામાં આવી છે

Aadhar-PAN Link Date: આધાર સાથે PAN લિન્ક કરવાની ડેડલાઇન 6 મહિના વધારતી સરકાર, હવે 31 માર્ચ 2022 છેલ્લી તારીખ
Government extends 6 months deadline to link PAN with Aadhar

Follow us on

Aadhar-PAN Link Date: શુક્રવારે કેન્દ્ર સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર વધારી દીધી છે. PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી, જે હવે છ મહિના વધારીને 31 માર્ચ 2022 કરી દેવામાં આવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોવિડ -19 રોગચાળાને કારણે વિવિધ હિસ્સેદારો દ્વારા સામનો કરવામાં આવી રહેલી મુશ્કેલીને દૂર કરવા માટે સમયમર્યાદા વધારી દેવામાં આવી છે, જે પાલનને સરળ બનાવશે.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

પાનને આધાર સાથે જોડવા માટે આવકવેરા વિભાગને આધાર નંબર જણાવવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2021 થી વધારીને 31 માર્ચ, 2022 કરવામાં આવી છે. ઉપરાંત, આઇટી એક્ટ હેઠળ દંડની કાર્યવાહી પૂર્ણ કરવાની નિયત તારીખ 30 સપ્ટેમ્બર, 2021 થી વધારીને 31 માર્ચ, 2022 કરવામાં આવી છે.

આ સિવાય, બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન એક્ટ, 1988 અંતર્ગત એડજ્યુડીકેટીંગ ઓથોરિટી વતી નોટિસ આપવાની અને ઓર્ડર આપવાની સમયમર્યાદા માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે.

કોઈ પુરાવાની જરૂર નથી
PAN ને આધાર સાથે લિંક કરવા માટે કોઈ પુરાવાની જરૂર નથી. આ માટે માત્ર આધાર અને પાન આપવું પડશે. જો કે, બંને દસ્તાવેજોમાં આપવામાં આવેલી માહિતી એકબીજા સાથે મેળ ખાતી હોવી જોઈએ તો જ લિંકિંગ સફળ થશે. જો આમાં કોઈ તફાવત છે, તો પછી લિંકિંગ કાર્ય પૂર્ણ થશે નહીં. કેટલીકવાર લિંકિંગ પર ‘આઇડેન્ટિટી ડેટા મિસમેચ’ નો મેસેજ આવે છે. આનું એક ખાસ કારણ છે.

ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આધાર અને PAN લિંક કરવાનું સફળ બને છે. આ માટે આધાર અને પાનનો ડેટાબેઝ મેળ ખાતો હોય છે. જો સીડિંગ પ્રક્રિયામાં કોઈ માહિતી ચૂકી જાય અથવા નામ, જન્મદિવસ, લિંગમાં કોઈ તફાવત હોય, તો વપરાશકર્તાને ‘ઓળખ ડેટા મિસમેચ’ નો સંદેશ મળી શકે છે. આને સુધારવા માટે, તે જરૂરી છે કે લિંકિંગમાં આપેલી માહિતીને બરાબર મેળવી લેવી અને તે યોગ્ય રીતે તપાસવામાં આવે.

જો આધાર-પાન લિંક નહીં થાય તો શું થશે
જો આધાર કાર્ડને PAN સાથે લિંક કરવામાં ન આવે તો PAN કામ કરવાનું બંધ કરી દેશે અને આ ઘણા નાણાકીય અને બિન-નાણાકીય કામોને અસર કરશે. નાણાં મંત્રાલયે આ માહિતી ઘણા સમય પહેલા આપી છે અને તેના આધારે બંને પેપર્સને ટૂંક સમયમાં જોડવાનું સૂચન કરવામાં આવ્યું છે. 10,000 રૂપિયાના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ITR માં PAN અને આધાર નંબરની ખોટી માહિતી આપવામાં આવે તો આવકવેરા વિભાગ દંડ પણ કરી શકે છે.

આ પણ વાંચો: Dwarka : જામખંભાળીયા માં ભારે વરસાદથી નદીનાળા છલકાયા

આ પણ વાંચો: Horoscope Today : દૈનિક રાશિફળ, મીન 18 સપ્ટેમ્બર : પ્રોપર્ટી સંબંધિત બિઝનેસમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂરી, બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો

Next Article