કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીના (Sonia Gandhi) નિવાસસ્થાને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પ્રિયંકા ગાંધી, મુકુલ વાસનિક, રણદીપ સિંહ સુરજેવાલા, કેસી વેણુગોપાલ અને અંબિકા સોની સહિત ઘણા નેતાઓ હાજર છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તી પણ આ બેઠકમાં ભાગ લેવા પહોંચી ગયા છે. જણાવી દઈએ કે બેઠકમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની રજૂઆત પર પણ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ, સદસ્યતા અભિયાન અને અન્ય કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
જણાવી દઈએ કે આ પહેલા શનિવારે સોનિયા ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, વરિષ્ઠ નેતા અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે અને કેટલાક અન્ય નેતાઓ હાજર હતા. જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને પાર્ટીના ટોચના નેતૃત્વ અને વરિષ્ઠ નેતાઓની સામે પક્ષમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આગામી લોકસભા ચૂંટણીની રણનીતિની બ્લુ પ્રિન્ટ રજૂ કરી હતી.
પાર્ટી તેમના દ્વારા રજૂ કરાયેલી યોજના પર વિચારણા કરવા માટે નેતાઓનું એક જૂથ બનાવશે, જે એક સપ્તાહની અંદર તેનો રિપોર્ટ સોનિયા ગાંધીને સોંપશે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસની નેતાગીરી ટૂંક સમયમાં કિશોરની ચૂંટણીની રણનીતિ અને તેના પાર્ટીમાં જોડાવા અંગે નિર્ણય લેશે.
PDP chief Mehbooba Mufti reaches the residence of Congress chief Sonia Gandhi. pic.twitter.com/NW0ayL4u83
— ANI (@ANI) April 18, 2022
સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ નેતૃત્વ સમક્ષ આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિની બ્લુ પ્રિન્ટમાં કોંગ્રેસની મીડિયા વ્યૂહરચના બદલવા, સંગઠનને મજબૂત કરવા અને એવા રાજ્યો પર વિશેષ ધ્યાન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે જ્યાં કોંગ્રેસ ભાજપ સામસામે છે. સૂત્રોએ જણાવ્યું કે કિશોરે સૂચન કર્યું છે કે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા જેવા કેટલાક રાજ્યોમાં કોંગ્રેસે તેની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવો જોઈએ અને આ રાજ્યોમાં ગઠબંધન ટાળવું જોઈએ.
આ પણ વાંચો : Jahangirpuri Violence: VHP અને બજરંગ દળ સામે કેસ નોંધાયો, મંજૂરી વગર જ શોભા યાત્રા કાઢવાનો આરોપ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો