VIRAL કેટલું રીઅલ ? : શું પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં એક બાળકીએ રાહુલ ગાંધીને પપ્પૂ કહ્યા ?

|

Nov 30, 2018 | 7:41 AM

સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોનો આ દાવો છે જેમાં પ્રધાનમંત્રી જાહેર સ્ટેજ પર એક બાળકીને લઈને આવે છે અને બાળકીને કંઈક કહેવા માટે કહે છે ત્યારે દાવો છે કે આ બાળકીએ રાહુલ ગાંધીને પપ્પૂ કહ્યા.ત્યારે શું છે વાયરલ થઈ રહેલા આ વીડિયોનું સત્ય? જુઓ આ અહેવાલમાં. ચૂંટણીનો માહોલ છે ત્યારે સ્વાભાવિક છે કે વિરોધી પક્ષો […]

VIRAL કેટલું રીઅલ ? : શું પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં એક બાળકીએ રાહુલ ગાંધીને પપ્પૂ કહ્યા ?
A girl with Narendra Modi called Rahul Gandhi a Pappu

Follow us on

સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોનો આ દાવો છે જેમાં પ્રધાનમંત્રી જાહેર સ્ટેજ પર એક બાળકીને લઈને આવે છે અને બાળકીને કંઈક કહેવા માટે કહે છે ત્યારે દાવો છે કે આ બાળકીએ રાહુલ ગાંધીને પપ્પૂ કહ્યા.ત્યારે શું છે વાયરલ થઈ રહેલા આ વીડિયોનું સત્ય? જુઓ આ અહેવાલમાં.

ચૂંટણીનો માહોલ છે ત્યારે સ્વાભાવિક છે કે વિરોધી પક્ષો પર નિશાન સાધવામાં આવે. ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી ટાણે એકબીજા સામે આવી જાય અને એવા વીડિયો પણ વાયરલ થતા હોય છે કે જેમાં વિરોધી પક્ષના નેતાની છબી ખરડવાનો પ્રયાસ થાય ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક બાળકીનો વીડિયો. આ વીડિયોને શેર કરીને દાવો થઈ રહ્યો છે કે બાળકી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને પપ્પૂ કહી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

A girl with PM Modi called Rahul Gandhi a Pappu

સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર કરીને લોકો રોષ ઠાલવી રહ્યા છે અને પીએમ વિરુદ્ધ કોમેન્ટ પણ કરી રહ્યા છે.તૌફિક નામથી એક શખ્સે આ વીડિયો શેર કરીને લખ્યું ‘પીએમ પદની ગરિમા આ રીતે ખતમ કરી દેવાશે તેની આશા ન હતી.

People reaction of Viral image

તો વિજય વર્માએ લખ્યું, હવે પાત્રા આ મુદ્દે શું જવાબ આપશે?  આમ જે લોકો આ વીડિયો શેર કરી રહ્યા હતા તેઓ સીધી રીતે પીએમ મોદી પર નિશાન સાધી રહ્યા હતા પરંતુ અત્યાર સુધી લોકોને હકીકત શું છે તેની ખબર ન હતી. માટે અમે આ વીડિયોની તપાસ હાથ ધરી.

Reaction on Viral image

વાયરલ વીડિયોની તપાસ કરીએ તે પહેલા અમુક સવાલો થઈ રહ્યા હતા કે શું આ બાળકીએ વાસ્તવમાં રાહુલ ગાંધી વિશે વાત કરી હતી ? શું વાયરલ વીડિયો એડિટ કરેલો છે ? વાયરલ વીડિયો ક્યાંનો છે ? બાળકીના બોલ્યા બાદ પીએમ મોદીએ શાબાશી કેમ આપી ? આ વીડિયોનો દાવો સાચો છે કે ખોટો ?

સૌ પ્રથમ તો અમે પ્રધાનમંત્રીના ટ્વિટર અકાઉન્ટમાં જ વીડિયોની તપાસ હાથ ધરી કારણ કે પ્રધાનમંત્રી મોટેભાગે કાર્યક્રમોના વીડિયો શેર કરતા હોય છે માટે અમે જ્યારે પ્રધાનમંત્રીના ટ્વિટર અકાઉન્ટમાં તપાસ હાથ ધરી ત્યારે જ અમને પીએમ મોદીની એક ટ્વીટ મળી આવી જે ટ્વીટ સપ્ટેમ્બર 2016ના રોજ કરવામાં આવી હતી તેમજ પીએમ મોદીએ ટ્વીટમાં નવસારીના કાર્યક્રમની વાત કરી હતી.આ સાથે પીએમ મોદીએ જે વીડિયો પોસ્ટ કર્યો છે તેને પણ જરા ધ્યાનથી સાંભળવાની જરૂર છે.

 

અમારી તપાસમાં સામે આવ્યું છે કે વાયરલ વીડિયો નવસારીનો છે.PM મોદી સાથે જે બાળકી છે તેનું નામ છે ગૌરી શાર્દુલ. બાળકીએ રાહુલ ગાંધી નહીં પરંતુ રામાયણ વિશે વાત કરી હતી. વાયરલ વીડિયો એડિટીંગની કમાલ છે. તો હવે જો તમારી પાસે પણ આ વીડિયો શેર થઈને આવે તો તમારે ભ્રમિત થવાની જરૂર નથી અને સાચી માહિતી ધ્યાનમાં રાખવી.

આમ વાયરલ સત્યની તપાસમાં આ વીડિયોનો દાવો ખોટો સાબિત થયો છે.વાયરલ વીડિયો પીએમ મોદીની છબી બગાડવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો છે. માટે અમારી ટીમ દ્વારા આ ફેક વીડિયોની પોલ ખોલવામાં આવી કારણ કે, સોશિયલ મીડિયામાં વાયરલ દરેક વીડિયો સાચા જ હોય તેવું માની લેવાની જરૂર નથી. માટે દરેક ફેક ન્યૂઝથી સાવધાન રહેવાની જરૂર છે.

[yop_poll id=74]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:39 pm, Thu, 29 November 18

Next Article