7th pay commission : આ સરકારી કર્મચારીઓને મળી ભેટ, હવે DA સિવાય મેડિક્લેમમાં વધારો

|

Jun 15, 2021 | 3:27 PM

7th pay commission : હવે નવોદય વિદ્યાલય શાળામાં કાર્યરત કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મેડિક્લેમની રકમ વધારી દેવામાં આવી છે. હવે કર્મચારીઓ 25 હજાર સુધીનો દાવો કરી શકે છે.

7th pay commission : આ સરકારી કર્મચારીઓને મળી ભેટ, હવે DA સિવાય મેડિક્લેમમાં વધારો
7th pay commission

Follow us on

7th pay commission : કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા હતા. જુલાઈ મહિનાથી આ લાભ મળવાની સંભાવના છે. ત્યારે નવોદય વિદ્યાલય સ્કૂલ (એનવીએસ) માં કાર્યરત કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક વધુ સારા સમાચાર છે. હવે તેમને ડીએ સિવાય મેડિક્લેમ સહિતના લાભોમાં વધારો મળ્યો છે.

શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલા એક પરિપત્ર મુજબ એનવીએસ આચાર્યોના મેડિક્લેમની મર્યાદા 5000 રૂપિયાથી વધારીને 25,000 કરવામાં આવી છે.જેથી તેમની સુવિધામાં વધારો થશે.

આ પરિપત્ર મુજબ કેન્દ્ર સરકારે એનવીએસના આચાર્યો માટેની વાર્ષિક મેડિક્લેમ ભરપાઈ કરવાની સમયની મર્યાદામાં સુધારો કર્યો છે. પરિપત્રમાં જાહેરાત કરવામાં આવી હતી કે સરકાર અથવા સીજીએચએસ માન્ય હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે તો એનવીએસ આચાર્ય માટેની હાલની મર્યાદા હવે વધારીને 25,000 કરવામાં આવી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ મેડિક્લેમ કર્મચારી પોતાના અથવા તેના પરિવારના સભ્યો માટે લઈ શકે છે. જો કે, સીજીએસ કાર્ડમાં તેમના નામનો ઉલ્લેખ કરવો જોઈએ. એનવીએસ કર્મચારીઓ માટે તબીબી ભરપાઈની ટોચમર્યાદાના સંદર્ભમાં બાકીની નિયમો અને શરતો સમાન રહેશે. 1 લી જુલાઇથી ડી.એ.ના પુનહ સ્થાપન પહેલાં એનવીએસ પ્રિન્સિપલ્સના 7 મા પગાર પંચના મેટ્રિક્સને લગતા આ એક સારા સમાચાર છે.

જૂનના અંતમાં ડી.એ. અંગે એક બેઠક યોજાશે
ડી.એ.ની રાહ જોતા કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી સારા સમાચાર મળી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, આ વખતે 26 જૂન, 2021 ના ​​રોજ, જેસીએમની રાષ્ટ્રીય પરિષદ, કર્મચારી અને તાલીમ વિભાગ (ડીઓપીટી) અને નાણાં મંત્રાલયના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.

આ બેઠકનો મુખ્ય મુદ્દો કેન્દ્રીય કર્મચારીઓને 7 મા પગાર પંચની ડી.એ.ની બાકી ચૂકવણી અને પેન્શનરોને ડી.આર. કેન્દ્ર સરકારે 1 જુલાઇ, 2021 થી તેના સ્ટાફને ફરીથી ડેરિનેસ એલાઉન્સ (ડીએ) ચૂકવવાની જાહેરાત કરી હતી. કર્મચારીઓની તરફેણમાં લેવાનો નિર્ણય આશરે 52 લાખ કર્મચારીઓ અને 60 લાખ કેન્દ્રીય પેન્શનરો માટે ફાયદાકારક રહેશે.

 

 

Next Article