ખોદકામ દરમિયાન મળ્યા હતા 7 વિચિત્ર લાડુ, હવે આટલું મોટું સત્ય આવ્યું બહાર

|

Mar 27, 2021 | 3:02 PM

લગભગ ચાર વર્ષ પહેલા ખોદકામ દરમિયાન જમીનમાંથી 7 અજીબોગરીબ લાડવા મળી આવ્યા હતા. જેને લઈને હવે બહુ મોટું સત્ય બહાર આવ્યું છે.

ખોદકામ દરમિયાન મળ્યા હતા 7 વિચિત્ર લાડુ, હવે આટલું મોટું સત્ય આવ્યું બહાર
અજીબોગરીબ લાડુ

Follow us on

વિશ્વમાં હંમેશાં અજીબોગરીબ વસ્તુઓની શોધ થતી રહેતી હોય છે. ઘણી વખત એવી વસ્તુઓ મળી આવે છે, જે માનવી પણ મુશ્કેલ હોય. તાજેતરમાં ઇતિહાસ વિશે વધુ એક ચોંકાવનાર સત્ય સામે આવ્યું છે. જેણે લઈને બધાને આશ્ચર્ય થયું છે. કદાચ તમે તેના વિશે જાણીને એક ક્ષણ માટે આશ્ચર્ય પામશો. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા વર્ષો પહેલા સંશોધનકારોને રાજસ્થાનમાં વિચિત્ર લાડુ મળ્યાં હતાં. હવે તે લાડુ વિશે ચોંકાવનારૂ સત્ય બહાર આવ્યું છે. આવો, જાણો આખો મામલો શું છે?

માહિતી અનુસાર, 2017 માં, રાજસ્થાનના અનુપગઢમાં ખોદકામ દરમિયાન લગભગ સાત ‘લાડુ’ મળી આવ્યા હતા. આ અંગે છેલ્લાં ચાર વર્ષથી સંશોધન ચાલી રહ્યું હતું. સંશોધનથી હવે આ લાડુઓને લઈને એકદમ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનો ઉપયોગ લગભગ ચાર હજાર વર્ષ પહેલાં થયો હતો. આ લાડુ મલ્ટિગ્રેન, ઉચ્ચ પ્રોટીન ધરાવતા હોતા હતા.

રિપોર્ટ અનુસાર નવી દિલ્હીમાં હાજર ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ અને લખનૌની બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પૈલીયો સાયન્સિસએ સંયુક્ત રીતે તેના પર સંશોધન કર્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ લાડુ 2600 ઇસવીસન પૂર્વેની આસપાસના હતા. તેથી તેઓ ખૂબ કડક થઇ ગયા હતા. જો કે આ લાડુઓ મળ્યા બાદ તેને સાચવવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિક રાજેશ અગ્નિહોત્રી કહે છે કે જો તે તૂટી ગયા હોત તો સંપૂર્ણ નાશ પામ્યા હોત.

શું છે લાડુનું સત્ય?

વૈવૈજ્ઞાનિક રાજેશ કુમારે કહ્યું કે જ્યારે આ લાડુ ઉપર પાણી રેડવામાં આવ્યું ત્યારે તેનો રંગ જાંબુડિયામાં બદલાઈ ગયો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ લાડુ કેટલીક રહસ્યમય પ્રવૃત્તિઓ સાથે પણ સંબંધિત હોઈ શકે છે. કારણ કે તેની પાસેથી મૂર્તિઓ અને કુહાડીઓ પણ મળી આવી હતી. વધુ વિશ્લેષણ માટે તે બીએસઆઈપીને સોંપવામાં આવ્યા હતા.

બીએસઆઈપી વૈજ્ઞાનિક અંજુમ ફારુકી કહે છે કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ લાડુ કાબૂલી ચણા, તેલીબિયાં અને ઘઉંમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. અત્યારે સંશોધન ચાલુ છે. આ લાડુ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયા છે.

 

આ પણ વાંચો: Holi 2021: 150-200 વર્ષથી બેરંગ છે આ ગામડાઓ, મૃત્યુના ડરથી અહિયાં નથી ઉજવાતી હોળી

Next Article