સમ્મેદ શિખરને બચાવવાના વિરોધમાં ભૂખ હડતાલ પર ઉતરેલા જૈન મુનિએ પ્રાણ ત્યાગ્યા !

|

Jan 04, 2023 | 3:36 PM

સાંગાનેર વિરાજીત સુજ્ઞેયસાગરજી મહારાજ સમ્મેદ શિખરને બચાવવા માટે 25 ડિસેમ્બરથી ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા. ત્યારે સતત નવ દિવસ ભૂખ હડતાલ કર્યા બાદ મંગળવારની સવારે તેમણે દેહ છોડ્યો છે.

સમ્મેદ શિખરને બચાવવાના વિરોધમાં ભૂખ હડતાલ પર ઉતરેલા જૈન મુનિએ પ્રાણ ત્યાગ્યા !
Jain Muni who went on hunger strike to save Sammed Shikhar died

Follow us on

ઝારખંડના સમ્મેદ શિખરને પર્યટક સ્થળ તરીકે જાહેર કરવાના વિરોધમાં ભૂખ હડતાલ પર ઉતરેલા જૈન સાધુ સુજ્ઞેયસાગર અંતિમ શ્વાસ લીધા છે. મળતી માહિતી મુજબ સાંગાનેર વિરાજીત સુજ્ઞેયસાગરજી મહારાજ સમ્મેદ શિખરને બચાવવા માટે 25 ડિસેમ્બરથી ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા. ત્યારે સતત નવ દિવસ ભૂખ હડતાલ કર્યા બાદ મંગળવારની સવારે તેમણે દેહ છોડ્યો છે. તેમની દોલ યાત્રા સાંઘીનેર, જયપુરથી શરૂ થશે.ત્યારબાદ તેમને સાંગાનેરના શ્રમણ સંસ્કૃતિ સંસ્થાનમાં સમાધિ આપવામાં આવશે.

ભૂખ હડતાળ પર ઉતરેલા મુનીએ દેહ ત્યાગ કર્યો

મળતી માહિતી મુજબ સાંગનેરમાં વિરાજિતસુજ્ઞેયસાગર જી મહારાજ સમ્મેદ શિખરને બચાવવા માટે 25 ડિસેમ્બરથી ભૂખ હડતાળ પર બેઠા હતા. ત્યારે નવ દિવસ સતત ખોરાક વગર ભુખથી પીડાઈને આખરે તેમણે દેહ ત્યાગ કર્યો હતો. મુનિ સુજ્ઞેસાગરે સાંગાનેર (જયપુર) સ્થિત જૈન મંદિરમાં અંતિમ શ્વાસ લીધા જે બાદ મંગળવારે બપોરે શ્રમણ સંસ્કૃતિ સંસ્થાન ખાતે તેમને સમાધિ આપવામાં આવી હતી.

સમ્મેદ શિખરને લઈને દેશભરમાં વિરોધ

ઝારખંડના ગિરિડીહમાં સ્થિત પવિત્ર જૈન તીર્થ સમ્મેદ શિખરને પર્યટનની યાદીમાં સામેલ કરવાને લઈને સમાજમાં ગુસ્સો હતો. જેમાં રાજ્ય સરકારના નિર્ણય સામે દેશભરમાં આંદોલનો ચાલી રહ્યા છે. ત્યારે મંદિરના વિરાજીત સુગ્યસાગર જી મહારાજ સમ્મેદ શિખરને બચાવવા હડતાલ પર બેઠા હતા.જેઓ 9 દિવસ ભૂખ હડતાલ પર રહ્યા જે બાદ તેઓનુ મૃત્યુ થયુ છે. ત્યારે આજે રાજધાની રાંચીમાં તીર્થરાજ સમ્મેદ શિખરને પર્યટનથી મુક્ત કરવા માટે રેલીઓ શરુ થઈ ગઈ છે. ત્યારે બીજી બાજુ, ગુજરાતના સુરતમાં પણ જૈન તીર્થ સ્થળને પર્યટન સ્થળ ઘોષિત કરવાનાં વિરોધમાં હજારોની સખ્યામાં જૈન સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સુરત જૈન તીર્થને પણ પર્યટન સ્થળ જાહેર કરાયું

સુરતના જૈન તીર્થ સ્થળને પણ પર્યટન સ્થળ ઘોષિત કરી દેવામાં આવ્યું છે જેના વિરોધમાં હજારોની સંખ્યામાં જૈન સમાજના લોકો રેલી યોજી વિરોધ કરી રહ્યા છે. ત્યારે તે સંદર્ભે સુરતમાં રેલી યોજી સુરત કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ છે.

મળતી માહિતી મુજબ ઝારખંડના ગિરિડીહ જીલ્લાના પારસનાથ પહાડ પર સ્થિત સમ્મેદ શિખરજી જૈન સમુદાયનું સૌથી મોટું તીર્થ સ્થળ છે. આ સમુદાયના સદસ્ય પારસનાથ હિલ્સમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાનાને લઈને રાજ્ય સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જૈન સમાજમાં આક્રોશ

ત્યારે સમ્મેદ શિખરજીને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધનું મૂળ કેન્દ્ર ઝારખંડ છે જ્યાં ઝારખંડ સરકાર દ્વારા તાજેતરમાં નોટિસ બહાર પાડવામાં આવી હતી.જેમાં સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ બનાવવાની વાત કહેવામાં આવી છે. જેના વિરોધમાં જૈન સમાજના લોકોએ રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર દ્વારા જારી કરાયેલી નોટિસને તેમની ધાર્મિક લાગણીઓ પર આક્રોશ ગણાવીને તેનો વિરોધ કરી રહ્યા છે.

Next Article