605 પ્રાઈવેટ સ્કુલોની માન્યતા રદ થવાની શક્યતા
દિલ્હીની લગભગ 605 પ્રાઈવેટ સ્કુલોની આવનારા સરકાર દ્વારા પ્રાપ્ત કરેલી માન્યતા રદ થઈ શકે છે. કારણ કે આ સ્કુલોએ અત્યાર સુધી પર્યાવરણથી જોડાયેલા 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવ્યુ નથી. દિલ્હી સરકારથી જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)એ સ્કુલોને વર્ષા જલ સંરક્ષણની વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું પણ સ્કુલો તેમાં નિષ્ફળ રહી છે. NGTએ […]

દિલ્હીની લગભગ 605 પ્રાઈવેટ સ્કુલોની આવનારા સરકાર દ્વારા પ્રાપ્ત કરેલી માન્યતા રદ થઈ શકે છે. કારણ કે આ સ્કુલોએ અત્યાર સુધી પર્યાવરણથી જોડાયેલા 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવ્યુ નથી. દિલ્હી સરકારથી જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)એ સ્કુલોને વર્ષા જલ સંરક્ષણની વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું પણ સ્કુલો તેમાં નિષ્ફળ રહી છે.

NGTએ વર્ષ 2017માં દિલ્હી સરકાર સહિત બધી જ પ્રાઈવેટ સ્કુલો અને કોલેજોને આદેશ આપ્યો હતો કે તે તેમના પરિસરમાં વર્ષા જલ સંરક્ષણની વ્યવસ્થા કરે. તેના માટે સ્કુલોને 2 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો સાથે જ કહેવામાં આવ્યું હતું કે જે પણ ખર્ચ થાય તે જે તે શાળાએ ભોગવવો પડશે.
જે પણ સંસ્થા પાલન નહી કરે તેને પર્યાવરણના નામ પર 5 લાખ રૂપિયા વળતર ચૂકવવુ પડશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ લગભગ 331 પ્રાઈવેટ સ્કુલોએ અત્યાર સુધી આના માટે કોઈ કામ શરૂ નથી કર્યુ. ત્યારે 274 પ્રાઈવેટ સ્કુલોમાં સંરક્ષણ પ્લાન્ટ હજી કામ કરવાની યોગ્ય સ્થિતીમાં નથી.
આ પણ વાંચો: આ ગુજરાતી ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, CPLના ખેલાડીઓના ડ્રાફટમાં સામેલ થવાવાળો બન્યો પહેલો ભારતીય ક્રિકેટર
2017થી અત્યાર સુધી ઘણી સ્કુલોને પૈસા ભરવા માટે કહેવામાં આવ્યુ પણ સ્કુલોએ ધ્યાનમાં લીધુ ન હતુ. હવે અધિકારીઓ દ્વારા છેલ્લી નોટિસ મોકલવામાં આવી છે અને 3 દિવસની અંદર પૈસા જમા કરવાનું જણાવવામાં આવ્યું છે. જો સ્કુલ આ વખતે કોઈ શરત ચૂકશે તો સ્કુલ પર કડક પગલાં લેવામાં આવશે. જેમાં સ્કુલની માન્યતા પણ રદ થઈ શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
