Nainital Breaking News: ઉત્તરાખંડના નૈનીતાલમાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. આ અકસ્માત નૈનીતાલના કાલાધુંગી રોડ પર નલ્ની પાસે થયો હતો. બસમાં 32 લોકો સવાર હતા. જે હિસારથી નૈનીતાલ ફરવા આવ્યા હતા. બસ ખીણમાં પડતાની સાથે જ ઘટનાસ્થળે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 મુસાફરોના મોત થયા છે.
આ પણ વાંચો: Chhota Udepur News : છોટાઉદેપુરમાં અકસ્માતની બે ઘટનામાં એકનું મોત, 3 ઘાયલ
ઘાયલ મુસાફરોને ઘટના સ્થળેથી બચાવી લેવામાં આવ્યા છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો બાકીના મુસાફરોને શોધવા માટે ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહી છે. બસ કયા કારણોસર ખીણમાં પડી? એ હજુ સુધી જાણી શકાયું નથી. હોસ્પિટલમાં દાખલ ઘણા ઘાયલ મુસાફરોની હાલત નાજુક છે.
સ્થળ પરથી જાણવા મળ્યું કે બસમાં 32 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જે હરિયાણાના હિસારથી નૈનીતાલ ફરવા આવ્યા હતા. જ્યાં રવિવારે રાત્રે બસ ડ્રાયવરના કાબૂ બહાર નીકળી ગઈ હતી અને ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં 6 મુસાફરોના મોત થયા છે. બાકીના મુસાફરોને મોડી રાત સુધી બચાવવાની કામગીરી ચાલુ રાખી કાઢવામાં આવી રહ્યા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બસ ખીણમાં પડી જવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપવામાં આવી છે. તેમણે ઘાયલ મુસાફરોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી.
બીજી તરફ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં રવિવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. પિથૌરાગઢમાં ધારચુલા-ગુંજી રોડ પર બોલેરો પર પહાડનો પથ્થર પડવાની ઘટના સામે આવે છે. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત 9 લોકોના મોત થયાની આશંકા છે. દુર્ઘટનાની માહિતી મળતા જ SSB, આર્મી અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. CM પુષ્કર સિંહ ધામીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
Published On - 6:22 am, Mon, 9 October 23