માનવકવચની આડમાં LOC પર હુમલો કરી રહી છે પાકિસ્તાન સેના, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, પાકિસ્તાનની 5 ચોકીઓ કરી ધ્વસ્ત

|

Feb 27, 2019 | 3:02 AM

ભારતીય વાયુસેનાના સીમા પાર ઓપરેશન બાદ ડઘાઈ ગયેલી પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર કરેલી ગોળીબારીનો ભારતીય સેનાઓ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની 5 ચોકીઓ ધ્વસ્ત કરી દીધી છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણાં સૈનિક ઘાયલ થયા છે. એક રક્ષા અધિકારીએ માહિતી આપતા કહ્યું કે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનની આશરે 5 ચોકીઓને ગંભીર નુક્સાન […]

માનવકવચની આડમાં LOC પર હુમલો કરી રહી છે પાકિસ્તાન સેના, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, પાકિસ્તાનની 5 ચોકીઓ કરી ધ્વસ્ત

Follow us on

ભારતીય વાયુસેનાના સીમા પાર ઓપરેશન બાદ ડઘાઈ ગયેલી પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર કરેલી ગોળીબારીનો ભારતીય સેનાઓ જડબાતોડ જવાબ આપ્યો છે.

ભારતીય સેનાએ પાકિસ્તાનની 5 ચોકીઓ ધ્વસ્ત કરી દીધી છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણાં સૈનિક ઘાયલ થયા છે. એક રક્ષા અધિકારીએ માહિતી આપતા કહ્યું કે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનની આશરે 5 ચોકીઓને ગંભીર નુક્સાન પહોંચ્યું છે. અધિકારીએ કહ્યું કે પાકિસ્તાની સેના સામાન્ય નાગરિકોના ઘરમાં મિસાઈલ અને મોર્ટાર સાથે જોવા મળી છે.

સૈન્ય અધિકારીએ કહ્યું કે મંગળવારે સાંજે 6 વાગ્યા બાદ પાકિસ્તાની સેનાએ હતાશાના કારણે નિયંત્રણ રેખા પર ભારે ગોળીઓનો વરસાદ કરવાની શરૂઆત કરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. અધિકારીએ એમ પણ જણાવ્યું કે પાકિસ્તાની સેના સામાન્ય નાગરિકોને માનવ કવચના રૂપમાં ઉપયોગ કરી રહી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

હાલ પંજાબથી જોડાયેલી પશ્વિમી સીમા પર હલચલ તેજ છે. સિયાલકોટમાં પણ પાકિસ્તાની સેનાની ટેંક્સની મૂવમેન્ટના સમાચાર મળી રહ્યાં છે. જોકે આપણી ભારતીય સેના પાકિસ્તાનની દરેક હિલચાલ પર નજર રાખી રહી છે. 

સાથે જ જમ્મુ કાશ્મીરના શોપિયામાં પણ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. એક ઘરમાં 2થી 3 આતંકરીઓ છૂપાયા હોવાની આશંકા છે. સેના, CRPF અને SOGનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે. અથડામણના કારણે હાલ શોપિયામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

તો સીમા પર વધતા તણાવના કારણે સ્કૂલો પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. રજોરીમાં જિલ્લા પ્રશાસને 27 ફેબ્રુઆરીને એલઓસીના પાંચ કિલોમીટરના વિસ્તારમાં આવેલી તમામ સરકારી અને પબ્લિક સ્કૂલ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ બુધવારે થનારી 5, 6 અને સાતમા ધોરણની પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવી છે.

 

[yop_poll id=1841]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article