Modi Cabinetમાં 43 નેતા શપથ લેશે, ગુજરાતનાં પાંચ સાંસદનો કેન્દ્રિય કેબિનેટમાં સમાવેશની શક્યતા

|

Jul 07, 2021 | 6:36 PM

Modi Cabinet માં ફેરબદલ માટેની તૈયારીઓ થઈ ગઇ છે અને તેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. સાંજે 5:30 થી 6 વાગ્યા વચ્ચે મંત્રીમંડળ(Ministry)નું વિસ્તરણ થઈ શકે છે.

Modi Cabinetમાં 43 નેતા શપથ લેશે, ગુજરાતનાં પાંચ સાંસદનો કેન્દ્રિય કેબિનેટમાં સમાવેશની શક્યતા
Modi Cabinet

Follow us on

Modi Cabinet માં ફેરબદલ માટેની તૈયારીઓ થઈ ગઇ છે અને તેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. સાંજે 5:30 થી 6 વાગ્યા વચ્ચે મંત્રીમંડળ(Ministry)નું વિસ્તરણ થઈ શકે છે. તો મંત્રી મંડળમાં યુવા ચહેરાને સામેલ કરવામાં આવી શકે છે. આ વિસ્તરણમાં યુવા નેતાઓ(Young Leaders)ને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતા છે.

આ સાથે પીએમ મોદી આ વખતે તેમના મંત્રી મંડળમાં દલિત, આદિવાસી અને OBCનું પ્રતિનિધિત્વ વધારી શકે છે. નવી કેબિનેટમાં 25થી વધુ OBC મિનિસ્ટર હશે. તેમાં SC અને ST ના 10-10 મંત્રીઓ હોવાની સંભાવના છે. નવું મંત્રીમંડળ એ રીતે બનાવવામાં આવશે. જેમાં દરેક રાજ્યને પ્રતિનિધિત્વની તક મળશે. UPના સૌથી વધુ નેતાઓને તક મળી શકે છે.

આ 43 મંત્રીઓ શપથ લેવાની સંભાવના
1. નારાયણ રાણે
2. સરબાનંદ સોનોવાલ
3. વિરેન્દ્ર કુમાર
4. જ્યોતિરાદિત્ય સિંધિયા
5. રામચંદ્ર સિંગ
6. અશ્વિન વૈશ્નવ
7. પશુપતિ કુમાર પ્રસાદ
8. કિરણ રિજ્જૂ
9. હરદીપ સિંહ પૂરી
10. રાજકુમાર સિંગ
11. મનસુખ માંડવિયા (ગુજરાત)
12. ભુપેન્દ્ર યાદવ
13. પુરષોતમ રુપાલા (ગુજરાત)
14. કિશન રેડ્ડી
15. અનુરાગ ટાકુર
16. પંકજ ચૌધરી
17. અનુપ્રિયા પટેલ
18. ડૉ. સત્યપાલ બેધલ
19. રાજીવ ચંદ્રશેખર
20. શુશ્રી શોભા
21. ભાનુ પ્રતાપ સિંગ વર્મા
22. દર્શના જરદોશ (ગુજરાત)
23. મિનાક્ષી લેખી
24. અનુપમા દેવી
25. એ નારાયણસ્વામી
26. કૌશલ કિશોર
27. અજય ભાટ્ટ
28. બી એલ વર્મા
29. અજય કુમાર
30. દેવુસિંહ ચૌહાણ (ગુજરાત)
31. ભગવંત ખુબા
32. કપીલ મોરેશ્વર ​​​​​​ પાટિલ
33. પ્રતિમા ભૌમિક

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

34.ડૉ. સુભાષ સરકાર
35. ડૉ. ભાગવત કિશનરાવ કરાડ
36. ડૉ. રાજકુમાર રંજન સિંહ
37. ડૉ. ભારતી પ્રવિણ પવાર
38. બિશેશ્વર તુડુ
39. શાંતનુ ઠાકુર
40. ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા (ગુજરાત)
41. જ્હોન બરાલા
42. ડૉ. એલ મૃગન
43. નીતિશ પ્રમાણિક

આ મંત્રીઓએ આપ્યા રાજીનામા

બીજી બાજુ અમુક મંત્રીઓને હટાવવાનું નક્કી કરી લેવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને પણ સ્વાસ્થય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ, મહિલા બાળ વિકાસના મંત્રી દેબોશ્રી ચૌધરી, રસાયણમંત્રી સદાનંદ ગૌડા અને શ્રમ રાજ્યમંત્રી સંતોષ ગંગવારે, શિક્ષણ રાજ્યમંત્રી સંજય ધોત્રે, બાબુલ સુપ્રિયો, પ્રતાપ સારંગી અને રતનલાલ કટારિયાએ પણ રાજીનામું આપી દીધું છે.

કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રી થાવરચંદ ગેહલોતે મંગળવારે જ રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે થાવરચંદને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા છે. અત્યાર સુધીમાં કુલ 10 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.

હાલના સંજોગોમાં ગુજરાતના પાંચ સાંસદો મોદી કેબિનેટમાં સમાવેશની સંભાવનાઓ છે.

Published On - 5:01 pm, Wed, 7 July 21

Next Article