Assam ના સોનીતપુરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.1 ની તીવ્રતા

|

May 30, 2021 | 4:04 PM

Assam ના સોનીતપુરમાં રવિવારે ફરી એકવાર ભૂકંપ (Earthquake ) ના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 હતી. ભૂકંપથી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર હજુ સુધી મળ્યા નથી. છેલ્લા કેટલાક દિવસોમાં આસામમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.

Assam ના સોનીતપુરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.1 ની તીવ્રતા
Assam ના સોનીતપુરમાં ભૂકંપના આંચકા

Follow us on

Assam ના સોનીતપુરમાં રવિવારે ફરી એકવાર ભૂકંપ (Earthquake ) ના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 હતી. ભૂકંપથી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર હજુ સુધી મળ્યા નથી. છેલ્લા કેટલાક દિવસોમાં આસામમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.

આ પૂર્વે 19 મેના રોજ આસામના તેજપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રત 3.8 માપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ 6.4 ની તીવ્રતાનો ભુકંપ 28 એપ્રિલે આસામમાં આવ્યો હતો. આ ભૂકંપથી રાજ્યને ખૂબ જ નુકસાન થયું હતું. તેજપુરમાં 4.4 ની તીવ્રતાના ભુકંપ બાદ મધ્ય આસામના બ્રહ્મપુત્રની બંને બાજુ જિલ્લા અને નજીકના વિસ્તારોમાં કુલ ત્રણ આંચકા અનુભવાયા હતા

ભૂકંપ કેમ આવે છે?

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભૂકંપ આવવા પાછળનું મુખ્ય કારણ છે પૃથ્વીની અંદર 7 પ્લેટો છે જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જે સ્થળોએ વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઇન ઝોન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળે છે તેમજ જ્યારે દબાણ વધુ બનાવવાનું શરૂ થાય છે ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. તેમના ભંગાણને કારણે અંદરની ઉર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે. તેના લીધે આ ભૂકંપ કે ધરતીકંપ આવે છે.

જાણો કયા ભૂકંપ જોખમી છે?
હજુ સુધી ભૂકંપની મહત્તમ તીવ્રતા નક્કી કરવામાં આવી નથી. જો કે, રિક્ટર સ્કેલ પર 7.0 અથવા તેથી વધુની તીવ્રતાવાળા ભૂકંપને મધ્યમ જોખમી માનવામાં આવે છે. સમાન રીતે 2 કે તેથી ઓછી તીવ્રતાના ધરતીકંપને માઇક્રો ભૂકંપ કહેવામાં આવે છે જે મોટે ભાગે અનુભવાતા નથી. જ્યારે 4.5 ની તીવ્રતાનો ભૂકંપ ઘરોને નુકસાન પહોંચાડી શકે છે.

Published On - 3:51 pm, Sun, 30 May 21

Next Article