31 જુલાઈ અંતિમ તારીખ, એના પછી નહી થઈ શકે તમારા ખિસ્સા સાથે જોડાયેલા આ 4 કામ

|

Jul 22, 2020 | 2:52 PM

જુલાઈની 31 તારીખ સુધીમાં અગર તમે આ ચાર મહત્વનાં કામ નહી કરી શકો તો પછી ઘણું મોડું થઈ ગયું હોઈ શકે છે. જુલાઈનાં આ મહિનાને પુરો થવામાં હવે માત્ર 10 દિવસ બચ્યા છે. આ મહિનાનાં અંતિમ દિવસ 31મી જુલાઈએ ઘણી વસ્તુઓ એવી છે કે જેની ડેડલાઈન પુરી થવા જઈ રહી છે કે જે તમારા ખિસ્સા […]

31 જુલાઈ અંતિમ તારીખ, એના પછી નહી થઈ શકે તમારા ખિસ્સા સાથે જોડાયેલા આ 4 કામ
http://tv9gujarati.in/31-july-chellita…dayela-aa-4-kaam/

Follow us on

જુલાઈની 31 તારીખ સુધીમાં અગર તમે આ ચાર મહત્વનાં કામ નહી કરી શકો તો પછી ઘણું મોડું થઈ ગયું હોઈ શકે છે.

જુલાઈનાં આ મહિનાને પુરો થવામાં હવે માત્ર 10 દિવસ બચ્યા છે. આ મહિનાનાં અંતિમ દિવસ 31મી જુલાઈએ ઘણી વસ્તુઓ એવી છે કે જેની ડેડલાઈન પુરી થવા જઈ રહી છે કે જે તમારા ખિસ્સા સાથે જોડાયેલી છે.

પાછલા દિવસોમાં સરકારે 25 માર્ચ 2020 થી 30 જૂન 2020નાં સમય દરમિયાન જો દિકરી 10 વર્ષની થઈ તો તેને 31 જુલાઈ સુધી સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં ખાતું ખોલાવાનો સમય આપ્યો હતો. આ છુટનાં કારણે આ દિકરીઓનાં વાલીઓને મદદ મળશે કે જે લોકડાઉનનાં કારણે સુકન્યા યોજનામાં ખાતું નથી ખોલાવી શક્યા.

એજ રીતે સરકારે PPFનાં ખાતા ધારકોને નાંણાકિય વર્ષ 2019-20 માટે પોતાના ખાતામાં 31 જુલાઈ સુધી રકમ જમા કરાવવા માટે મંજુરી આપી છે
  • અગર તમે અત્યાર સુધી નાંણાકિય વર્ષ 2018-19 માટે આવકવેરાનું રીટર્ન ફાઈલ નથી કર્યું તો તેને જલ્દી ભરી લેવું જોઈએ, કેમ કે નાંણાકિય વર્ષ 2018-19 માટે આવકવેરા રીટર્ન ભરવાની ડેડલાઈન 31 જુલાઈએ પુરી થાય છે.

    Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
    સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
    આજનું રાશિફળ તારીખ : 04-05-2024
    મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
    કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
    IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

    આ એ ટેક્સપેયર્સ માટે છે કે જેમણે 31 ઓગસ્ટ 2019 સુધી રીટર્ન ફાઈલ નોહતા કર્યા એવા ટેક્સપેયર્સને 10 હજાર રૂપિયા સુધીનો દંડ સાથે 31 માર્ચ 2020 સુધી રીટર્ન ફાઈલ કરવાના હતા.

    જોકે સરકારે કોરોના સંકંટને જોતા 31 માર્ચ 2020 સુદીના ડેડલાઈનને વધારીને 30 જૂન 2020 કરી દીધી હતી, હવે ફરી એકવાર તેને 31 જુલાઈ 2020 સુધી વધારી દેવામાં આવી છે.

    નાંણાકિય વર્ષ 2019-20 દરમિયાન ટેક્સ પર છુટ મેળવવા માટે વિવિધ યોજનાઓમાં રોકાણ કરવા માટેની ડેડલાઈન પણ 31 જુલાઈ 2020 છે

    મતલબ એ છે કે તમે કલમ 80-સી, 80-ડી અને 80-જી મુજબ 31 જુલાઈ 2020 સુધી આમાં ટેક્સ રોકાણ કરીને નાંણાકિય વર્ષ 201-20માં ટેક્સમાં છુટ મેળવી શકો છો.

Next Article