એરફોર્સની વધશે તાકાત, 31 માર્ચે ભારત આવશે વધુ 3 Rafale fighters જેટ

|

Mar 29, 2021 | 9:16 PM

બુધવારે ત્રણ રાફેલ લડાકુ વિમાન ફ્રાન્સથી ભારત આવી રહ્યા છે. ડસોલ્ટ એવિએશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણેય લડાકુ વિમાનો બુધવારે સવારે સાત વાગ્યે મેરીનાક એરબેઝ પરથી ઉપડશે અને સાંજે સાત વાગ્યાની આસપાસ ગુજરાતમાં ઉતરશે.

એરફોર્સની વધશે તાકાત, 31 માર્ચે ભારત આવશે વધુ 3 Rafale fighters જેટ

Follow us on

બુધવારે ત્રણ રાફેલ લડાકુ વિમાન ફ્રાન્સથી ભારત આવી રહ્યા છે. ડસોલ્ટ એવિએશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણેય લડાકુ વિમાનો બુધવારે સવારે સાત વાગ્યે મેરીનાક એરબેઝ પરથી ઉપડશે અને સાંજે સાત વાગ્યાની આસપાસ ગુજરાતમાં ઉતરશે. યુનાઈટેડ આરબ અમીરાત (UAE) એરફોર્સના એરબસ 330 મલ્ટિ-રોલ ટ્રાન્સપોર્ટ ટેન્કર્સ આકાશમાં ઓમાનની ખાડીમાં આ રાફેલ લડાકુ વિમાનોમાં ફ્યુલ ભરશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બાદમાં ત્રણેય રાફેલ ફાઈટર જેટ અંબાલામાં ગોલ્ડન એરો સ્ક્વોડ્રોનમાં જોડાશે. નવ રાફેલ લડાકુ વિમાનોની આગામી બેચ આવતા મહિને ભારત જશે, જેમાંથી પાંચ ઉત્તર બંગાળના હાશીમારા એરબેઝમાં સામેલ થશે. સરકારે સપ્ટેમ્બર 2016માં ફ્રાન્સને સરકારી સોદા હેઠળના 36 રાફેલ લડાકુ વિમાનો માટે આદેશ આપ્યો હતો. તેની કુલ કિંમત 59 હજાર કરોડ રૂપિયા હતી. આ ત્રણ રફેલ આવતાની સાથે ભારતીય વાયુદળની તાકાતમાં વધારો થશે.

 

આઈએએફના અંબાલા સ્થિત ગોલ્ડન એરો સ્ક્વોડ્રોન જુલાઈ 2020થી જાન્યુઆરી 2021ની વચ્ચે પહેલાથી જ 11 રાફેલ જેટને એરફોર્સમાં સામેલ કરી ચૂક્યો છે. આ લડાકુ વિમાનો લદાખ થિયેટરમાં ચલાવવામાં આવ્યાં છે, જ્યાં ચીન સાથે સરહદની સ્થિતિને પગલે આર્મી 2020ની મેથી શરૂઆતથી જ એલર્ટ પર છે. અગાઉ પણ ભારતીય એર ફોર્સે UAE સાથે કવાયત કરી હતી અને ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી તેની જાણકારી આપી હતી.

 

ગયા વર્ષે 29 જુલાઈએ રાફેલ ફાઈટર જેટની પહેલી બેચ ફ્રાન્સથી ભારત આવી હતી. ગયા વર્ષે 10 સપ્ટેમ્બરે અંબાલામાં આયોજિત એક કાર્યક્રમમાં, રફાલ લડાકુ વિમાનોને ઔપચારિક રીતે એરફોર્સના કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્રણ વિમાનની બીજી બેચ 3 નવેમ્બરના રોજ ભારત આવી હતી, જ્યારે વધુ ત્રણ વિમાનની ત્રીજી બેચ 27 જાન્યુઆરીએ અહીં આવી હતી. ગતિની દ્રષ્ટિએ રાફેલ દુશ્મનના છક્કા ઉડાવી શકે છે અને તેની મહત્તમ ગતિ 2,222 કિમી પ્રતિ કલાકની છે.

 

આ પણ વાંચો : West Bengal Election 2021: નંદીગ્રામમાં આવતીકાલે અમિત શાહ અને મિથુન ચક્રવર્તી કરશે રોડ- શો

Next Article