ચૂંટણીમાં એક મતની કિંમત શું હોય છે, આ વાતને કોંગ્રેસના દિગ્ગજ નેતા સી.પી. જોશી વધુ સારી રીતે જાણે છે. રાજસ્થાનમાં 2008ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક વોટથી હારી જવાથી સીપી જોષી ન માત્ર ધારાસભ્ય બનવાથી ચુકી ગયા પરંતુ મુખ્યમંત્રી બનતા બનતા રહી ગયા હતા. સીપી જોષી જેવી જ પીડા હરિયાણાના 10 નેતાઓની છે. જે એક એક વોટના મહત્વને સમજે છે. હરિયાણાની 10 સીટ એવી છે જ્યા 100 વોટથી પણ ઓછુ હારજીતનું અંતર રહ્યચુ છે. આ સીટો પર ઉમેદવારોના ધબકારા વધી જતા હોય છે.
1967માં અલગ રાજ્ય તરીકે હરિયાણાની રચના થઈ હતી. ત્યારથી અત્યાર સુધી 13 વખત વિધાનસભાની ચૂંટણીઓ થઈ છે અને હવે શનિવારે 14મી વિધાનસભા માટે મતદાન થશે. આવી સ્થિતિમાં જો આપણે 1977 થી 2019 સુધીની વિધાનસભા ચૂંટણીની સીટોનું વિશ્લેષણ કરીએ તો એવી 10 સીટો છે જ્યાં જીત અને હારનો તફાવત 100 વોટ વચ્ચે હતો. હરિયાણામાં રાય, ઘરૌન્ડા, રોહટ, નારનૌંદ, દાદરી, અટેલી, યમુનાનગર, સાઢૌરા અને રેવાડી વિધાનસભા બેઠકો પર જીત અને હારનું અંતર ત્રણ મતથી 86 મતનું રહ્યુ છે. જેના કારણે કેટલાક ધારાસભ્ય ન બની શક્યા તો કેટલાક વિધાનસભા પહોંચ્યા.
2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસના જયતીર્થે રાય બેઠક પરથી INLDના ઈન્દ્રજીતને માત્ર 3 મતથી હરાવ્યા હતા. આ રીતે ઈન્દ્રજીતની ત્રણ વોટથી હારે તેને વિધાનસભા સુધી પહોંચવા ન દીધા. તેવી જ રીતે, 2005ની વિધાનસભાની ચૂંટણીમાં, INLD ઉમેદવાર રેખા રાણાએ કોંગ્રેસના જયપાલ શર્માને ઘરૌંડા બેઠક પરથી માત્ર 21 મતોથી હરાવ્યા હતા. અગાઉ 1996ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રમેશે ઘરૌંડા બેઠક પર સમતા પાર્ટીના રમેશ કુમાર રાણાને માત્ર 11 મતથી હરાવ્યા હતા.
1991ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના હુકુમ સિંહે રોહત બેઠક પરથી જનતા દળના મહેન્દ્ર સિંહને માત્ર 38 મતોથી હરાવ્યા હતા. એ જ વિધાનસભા ચૂંટણીમાં જનતા દળના વીરેન્દ્ર સિંહે નારનૌંદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના જસવંત સિંહને માત્ર 38 મતથી હરાવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધારાસભ્ય ન બની શક્યા કારણ કે તેઓ 38 મતથી હારી ગયા હતા અને જસવંત સિંહ પણ 38 મતથી હારી ગયા હતા. 1991ની વિધાનસભા ચૂંટણીમાં, હરિયાણા વિકાસ પાર્ટીના ઉમેદવાર ધરમપાલ સિંહે દાદરી બેઠક પર કોંગ્રેસના જગજીત સિંહને માત્ર 80 મતોથી હરાવ્યા હતા. આ જ ચૂંટણીમાં અટેલી બેઠક પર કોંગ્રેસના બંશી સિંહે જનતા દળના અજીત સિંહને 66 મતોથી હરાવ્યા હતા.
1982ની વિધાનસભા ચૂંટણીમાં બે નેતાઓને બહુ ઓછા મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના રાજેશ કુમાર ભાજપની કમલા વર્માને માત્ર 63 મતોથી હરાવીને યમુનાનગર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 1982માં સધૌરા વિધાનસભા બેઠક પર ભાજપના ભાગમલે કોંગ્રેસના પ્રભુ રામને માત્ર 10 મતથી હરાવ્યા હતા. એ જ રીતે, 1977ની વિધાનસભા ચૂંટણીમાં, જનતા પાર્ટીના કર્નલ રામ સિંહ રેવાડી બેઠક પરથી વિશાલ હરિયાણા પાર્ટીના શિવ રતન સિંહને માત્ર 86 મતોથી હરાવીને ધારાસભ્ય બન્યા હતા.
હરિયાણામાં પાંચ વર્ષ પહેલા એટલે કે 2019ની વિધાનસભા ચૂંટણીમાં 32 બેઠકો એવી હતી જ્યાં જીત-હારનો તફાવત 10 હજારથી ઓછો હતો. 25 બેઠકો એવી હતી કે જ્યાં જીત-હારનું માર્જીન 5 હજાર મતોનું હતું અને ત્રણ બેઠકો પર જીત-હારનું માર્જીન એક હજારથી ઓછું હતું. સિરસા, પુન્હાના અને થાનેસરમાં એક હજારથી ઓછો તફાવત હતો. હરિયાણા લોકહિત પાર્ટીના વડા ગોપાલ કાંડાએ સિરસા બેઠક પર માત્ર 602 મતોથી જીત મેળવી હતી. પુનાના સીટના કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ ઇલ્યાસ માત્ર 816 મતોથી જીત્યા હતા. થાનેસર બેઠક પરથી ભાજપના સુભાષ સુધા 842 મતોથી જીત્યા હતા.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થઈ શકે છે, પરંતુ BSP-INLD અને JJP-ASP ગઠબંધનની સાથે આમ આદમી પાર્ટી અને મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપમાંથી ટિકિટ ન મળતા નેતાઓએ પણ બળવો કર્યો છે અને વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઉમેદવારોને દરેક મત માટે સંઘર્ષ કરવો પડે છે, કારણ કે ભૂતકાળમાં ઘણા નેતાઓ બહુ ઓછા મતોથી હારીને વિધાનસભામાં પહોંચી શક્યા નથી.
દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો