અજબ પ્રેમ કી ગજબ કહાની ! 21 વર્ષના પ્રેમીએ 4 બાળકોની માતાની માંગમાં ભર્યું સિંદુર !

|

Aug 21, 2021 | 7:50 AM

તેના 2 બાળકો તેની સાથે રહેશે તેમજ બાકી 2 બાળકોને તેમના દાદા-દાદી પાસે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલાના પ્રેમીએ બધાની સામે જ તેની માંગમાં સિંદૂર ભરીને લોકોને ચોંકાવી દીધા હતા.

અજબ પ્રેમ કી ગજબ કહાની ! 21 વર્ષના પ્રેમીએ 4 બાળકોની માતાની માંગમાં ભર્યું સિંદુર !
21 year old boy married with 4 children's mother

Follow us on

કોઇએ સાચુ જ કીધુ છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં પડીને લોકો કઇ પણ કરી જાય છે. બિહારના ખગડિયામાં આવો જ એક પ્રેમનો અજીબ મામલો જોવા મળ્યો. અહીં 21 વર્ષના છોકરાએ 4 બાળકોની માતા સાથે લગ્ન કરી લીધા છે. જોડાવરપુરમાં રહેતા 21 વર્ષના છોકરાનું ગત 2 વર્ષથી 4 બાળકોની માતા સાથે લવ-અફેર ચાલી રહ્યુ હતુ. એટલે કે છોકરો ફક્ત 19 વર્ષનો હતો ત્યારે તે આ મહિલાના પ્રેમમાં પડી ગયો હતો.

આ મહિલાની ઉંમર 41 વર્ષ છે અને તે નયાગાંવ પંચખુટ્ટીની રહેવાસી છે. શનિવારે ગામના લોકોએ ભેલવા પંચાયતના સરપંચને આ મહિલાના ઘરે બોલાવી લીધા. સરપંચે બધાની સામે આ મહિલા અને છોકરાને કેટલાક સવાલો પુછ્યા ત્યાર બાદ આ છોકરાએ બધાની સામે મહિલાની માંગમાં સિંદુર ભરી દીધુ. આ જોઇને પંચે પણ આ લગ્નને પોતાની મંજૂરી આપી દીધી.

મળતી માહિતી અનુસાર, છોકરો અને આ મહિલા બંને અલગ અલગ જાતીના છે. પરંતુ આ અનોખા લગ્નની ચર્ચા હવે દૂર દૂર સુધી થઇ રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ મહિલાનો પતિ નથી. તેના પતિનું મોત ઘણા વર્ષો પહેલા જ થઇ ચૂક્યુ હતુ. ત્યારબાદ જ તેનું આ છોકરા સાથે લવ અફેર શરૂ થયુ હતુ. પંચાયતે બંનેના લગ્નના ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર કરી દીધા છે. તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યુ છે કે મહિલાના 2 બાળકો તેની સાથે રહેશે અને બાકીના 2 બાળકો તેના દાદા-દાદી સાથે રહેશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

બંને અલગ અલગ જાતી અને ઉંમરના લોકોના લગ્ન લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. એક વિધવા અને એકલી મહિલાનો હાથ પકડીને આ છોકરાએ સમાજની સામે એક ઉદાહરણ કાયમ કર્યુ છે. આસપાસના લોકોને જ્યારે તેમના સંબંધો વિશે ખબર પડી તો તેણે મહિલાનો હાથ પકડીને તેના તરફ ઉઠતી દરેક આંગળીઓને નીચી કરાવી દીધી હતી.

આ રીતે એક વિધવાને ફરીથી તેનો પરિવાર મળી ગયો. તેના 2 બાળકો તેની સાથે રહેશે તેમજ બાકી 2 બાળકોને તેમના દાદા-દાદી પાસે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલાના પ્રેમીએ બધાની સામે જ તેની માંગમાં સિંદૂર ભરીને લોકોને ચોંકાવી દીધા હતા. જોકે બંનેના પ્રેમનો અંતમાં સુખદ અંત આવ્યો.

 

આ પણ વાંચો – Rocky Aur Rani Ki Prem Kahani: આલિયા અને રણવીરનો ધમાકેદાર અંદાજ, ફિલ્મના શૂટિંગનો વિડીયો આવ્યો સામે

આ પણ વાંચો – IPL 2021: ટીમ ધોની એ મિશન IPL ની તૈયારીઓ શરુ કરી, ધોની અને રૈના સહિતના ખેલાડીઓની તસ્વીર આવી સામે

આ પણ વાંચો – Shravan-2021 : ભયંકર મુશ્કેલીના સમયમાં કરો કાશીના આ શિવલિંગોના નામનું ઉચ્ચારણ, સર્વ દુઃખને હરી લેશે મહાદેવ !

Next Article