ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં દુર્ગા પ્રતિમા વિસર્જન સમયે ભડકેલી હિંસાના બંને આરોપીઓનુ પોલીસે એન્કાઉન્ટર કર્યુ છે. બંને આરોપી નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. ઘટનાના દિવસથી પોલીસ તેમને શોધી રહી હતી. આજે પોલીસને તે બંનેનું લોકેશન મળ્યુ હતુ. જે બાદ એ લોકેશનને ટ્રેસ કરી પોલીસ તે બંને સુધી પહોંચી હતી. આરોપીઓના નામ સરફરાઝ ઉર્ફે રિંકુ અને ફહીમ છે. આ બંને અબ્દુલ હમીદના દીકરા છે. એડીજી લૉ એન્ડ ઓર્ડર અમિતાભ યશે જણાવ્યુ કે હજુ મોત અંગેની કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ પોલીસે હિંસાના 5 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક વિગતો અનુસાર 2 ને એન્કાઉન્ટરમાં ગોળી વાગી છે. નેપાળ બોર્ડર નજીક હાંડા બસેહરી નહેર નજીક આ ઘટના ઘટી હતી.
તો ઘાયલ આરોપીઓની સારવાર કરનારા સામૂદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર નાનારાના ડૉક્ટરે જણાવ્યુ કે બંનેને પગમાં ગોળી વાગી છે. એકને જમણા પગમાં અને એકને ડાબા પગમાં ગોળી વાગી છે. બુલેટ એગ્જિટ પોઈન્ટ મળ્યો નથી આથી ગોળી હજુ અંદર ફસાયેલી છે. આથી તેમને જિલ્લા હોસ્પિટલે રેફર કરવામાં આવ્યા છે.
એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે રામગોપાલ મિશ્રા નામના 22 વર્ષિય યુવકની ક્રુરતાપૂર્વક અને અત્યંત બિભત્સ રીતે કરાયેલી હત્યામાં પણ આ બંને સામેલ હતા. આ બંને એ જ અન્યો સાથે મળી રામગોપાલ પર ગોળી ચલાવી હતી. ઘટના સમયના કેટલાક વીડિયો ફુટેજ સામે આવ્યા છે. જેમા અબ્દુલ હામિદની છત પર ચાર થી પાંચ લોકો જોવા મળી રહ્યા છે.
રવિવારે રેહુઆ મંસૂર ગામમાં દુર્ગાપ્રતિમા વિસર્જન માટે ભીડ જમા થઈ હતી અને સાંજે મુસ્લિમ એરિયામાંથી દુર્ગા વિસર્જન માટે સરઘસ નીકળ્યુ હતુ. આ સરઘસમાં રામગોપાલ મિશ્રા નામનો 22 વર્ષનો યુવક પણ સામેલ હતો. જ્યારે આ સરઘસ મહારાજગંજ બજારમાં એક સમુદાય વિશેષના મોહલ્લામાંથી પસાર થયુ તો બંને જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. આક્ષેપ છે કે આ દરમિયાન અગાશી પરથી કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો. જેના કારણે વિસર્જનમાં ભાગદોડ મચી ગઈ હતી.
આ દરમિયાન ટોળામાંથી કેટલાક લોકો રામગોપાલ મિશ્રા નામના યુવકને ખેંચીને લઈ ગયા અને તેની સાથે નિર્દયતાથી મારપીટ કરી. તેના પગની આંગળીઓના તમામ નખ કાપી કાઢી નાખવામાં આવ્યા. ધારદાર હથિયાર વડે તેની આંખો ફોડવાની કોશિષ કરાઈ, જે બાદ તેને ઈલેક્ટ્રીક શોક આપવામાં આવ્યો અને ત્યારબાદ તેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. રામ ગોપાલ મિશ્રા સાથે ટોળાએ બર્બરતા, ક્રુરતા અને જંગલિયતની તમામ હદો પાર કરી દીધી.
આ તરફ જ્યારે રામગોપાલ મિશ્રાની હત્યાના સમાચારે મોટી બબાલનું સ્વરૂપ લઈ લીધુ અને હિંદુ સમુદાયના ટોળાઓએ પ્રતિક્રિયા રૂપે મહારાજગંજ કસ્બામાં તોડફોડ કરી, ગાડીઓને આગને હવાલે કરી. હોસ્પિટલમાં આગ લગાવી દીધી. આક્રોષિત પ્રદર્શનકર્તાઓએ આરોપીના ઘર સહિત અનેક વાહનોમાં તોડફોડ અને આગચંપી કરી. આ હિંસા બીજા દિવસે પણ શરૂ રહી. જેને પહલે જિલ્લામાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવાની ફરજ પડી. ખુદ મુખ્યમંત્રી યોગીએ આ મામલે સંજ્ઞાન લીધુ અને હાલ પરિસ્થિતિ પર કાબુ કરી લેવાયો છે.
Published On - 4:12 pm, Thu, 17 October 24