AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : તમિલનાડુની જેલમાં ફિલ્મી દ્રશ્યો, 17 કેદીઓ ફરાર, પોલીસકર્મીઓ પર કર્યો હુમલો, જુઓ Video

Breaking News : તમિલનાડુની જેલમાં ફિલ્મી દ્રશ્યો, 17 કેદીઓ ફરાર, પોલીસકર્મીઓ પર કર્યો હુમલો, જુઓ Video

| Updated on: Oct 27, 2026 | 9:28 AM
Share

તમિલનાડુના થેની જિલ્લાની સબ-જેલમાંથી મોડી રાત્રે 17 કેદીઓ ફરાર થયા છે. તેમણે પોલીસકર્મીઓ પર હુમલો કરીને ભાગી છૂટ્યા હતા. આ ઘટનામાં ત્રણ જેલ કર્મીઓ ઘાયલ થયા છે.

તમિલનાડુના થેની જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં સબ-જેલમાંથી મોડી રાત્રે 17 કેદીઓ ફરાર થઈ ગયા છે. આ કેદીઓએ જેલના પોલીસકર્મીઓ અને સુરક્ષાકર્મીઓ પર હુમલો કરીને ભાગી છૂટ્યા હતા, જેના પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ઘટનામાં ત્રણ જેલ કર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ તમામ 17 કેદીઓ એક જ સેલમાં બંધ હતા. કેદીઓએ એક સુનિયોજિત યોજના ઘડી હતી. મોડી રાત્રે તેમણે નાટક કર્યું કે તેમાંથી એક કેદીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને તેને આંચકી આવી રહી છે. જ્યારે જેલના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ મદદ માટે સેલનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા, ત્યારે ઘાત લગાવીને બેઠેલા તમામ કેદીઓએ અચાનક તેમના પર હુમલો કરી દીધો અને જેલમાંથી ભાગી ગયા.

પોલીસે તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં ચાર ફરાર કેદીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. બાકીના 13 કેદીઓને પકડવા માટે કુલ 17 વિશેષ ટીમો બનાવવામાં આવી છે, જે રાજ્યભરમાં સઘન તપાસ ચલાવી રહી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આવી રીતે અમર્યાદિત કલાકો સુધી કામ કરી શકાય? 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">