કર્ણાટકમાં લાદવામાં આવ્યું 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, સીએમ યેદુરપ્પાએ કરી જાહેરાત

|

May 07, 2021 | 8:39 PM

કર્ણાટકમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તેમજ કોરોનાના લીધે મૃત્યુ પણ વધી રહ્યાં છે. જેના પગલે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ આજે ​​લોકડાઉનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં કોવિડ-19 ના કેસો વધી રહ્યા હોવાથી કોરોના રાત્રિ કર્ફ્યુ તેને રોકવામાં સફળ થયો નથી. તેથી 10 મે થી 24 મે સુધી  સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે.

કર્ણાટકમાં લાદવામાં આવ્યું 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, સીએમ યેદુરપ્પાએ કરી જાહેરાત
કર્ણાટકમાં લાદવામાં આવ્યું 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન

Follow us on

કર્ણાટકમાં Corona  વાયરસના કેસ સતત વધી રહ્યા છે તેમજ કોરોનાના લીધે મૃત્યુ પણ વધી રહ્યાં છે. જેના પગલે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ આજે ​​લોકડાઉનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં કોવિડ-19 ના કેસો વધી રહ્યા હોવાથી કોરોના રાત્રિ કર્ફ્યુ તેને રોકવામાં સફળ થયો નથી. તેથી 10 મે થી 24 મે સુધી  સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે.  જેમાં બધી હોટલો, પબ અને બાર બંધ રહેશે. સવારે 6-10 સુધી રેસ્ટોરન્ટ, મીટની દુકાન અને શાકભાજીની દુકાનો ખુલશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે આ લોકડાઉન કામચલાઉ છે, હું પરપ્રાંતિય મજૂરોને રાજ્ય ન છોડવાની અપીલ કરું છું. તેમણે કહ્યું કે સવારે 10 વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિને લોકડાઉનમાં જવા દેવામાં આવશે નહીં. મેં પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. અમે આ નિર્ણય મૃત્યુના વધતા કેસો અને વધતા જતા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને લીધો છે.

કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં Corona  ના ,781 નવા  કેસ નોંધાયા છે. જ્યારે 28,623 લોકો સ્વસ્થ થયા છે અને 592 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યના કોરોના કુલ 18,38,885 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં પાંચ લાખ એક્ટિવ કેસ છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

રાજ્યમાં ગુરુવારે Corona વાયરસના ચેપના 49,058 નવા કેસ નોંધાયા હતા અને 328 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 17,90,104 લોકોને ચેપ લાગ્યો છે અને 17,212 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના ચેપના નવા 50,112 કેસ નોંધાયા હતા અને 346 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

Published On - 8:35 pm, Fri, 7 May 21

Next Article